જય ભાનુશાળી અને માહીની લાડલી થઇ 2 વર્ષની, આવી રીતે કર્યુ સેલિબ્રેશન, જુઓ તસવીરો અને વીડિયો

જય-માહીની રાજકુમારી જેવી લાડલીના સેલિબ્રેશનની તસવીરો જોઈને ખુશ થઇ જશો…

ટીવીના ફેમસ કપલ જય ભાનુશાળી અને માહી વિજની આંખોનો તારો એટલે કે તેમની લાડલી તારા ભાનુશાળી 2 વર્ષની થઇ ગઇ છે. 3 ઓગસ્ટના રોજ તારાનો બીજો જન્મદિવસ હતો. તારા ભલે 2 વર્ષની છે પરંતુ તે કોઇ સ્ટારથી કમ નથી. તે હંમેશા જ પોતાની ક્યુટનેસને કારણે ચર્ચામાં રહે છે. એટલું જ નહિ, નાની તારાના ઇન્સ્ટા પર ઘણા ફોલોઅર્સ છે.

માહીએ તેની દીકરી તારાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીર શેર કરતા એક સ્પેશિયલ નોટ લખી છે. માહીએ નોટમાં તેની દીકરીને એક સ્ટ્રોંગ માતાની સ્ટ્રોંગ ગર્લ જણાવી છે. માહીએ એ પણ લખ્યુ છે કે તે અને જય તારાને ખૂબ જ પ્રેમ કરે છે અને તે ભલે કેટલી પણ મોટી થઇ જાય પરંતુ તેમના માટે હંમેશા એક નાની બેબી અને નાની પ્રિસેંસ જ રહેશે.

માહીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘર પર બર્થ ડે સેલિબ્રેટ કરતા તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ મસ્તીમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ તારા કેક ખાવામાં વ્યસ્ત  જોવા મળી રહી છે. જય ભાનુશાળીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ત્રણેય પુલના કિનારે બેઠેલા છે. બર્થ ડે ગીત ગાઇ રહ્યુ છે અને તારા કેકને ઘૂરતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, લગ્નના 8 વર્ષ બાદ 3 ઓગસ્ટ 2019ના રોજ દીકરીને માહીએ જન્મ આપ્યો હતો. કપલના લગ્ન વર્ષ 2011માં થયા હતા. કથિત રીતે કપલને  બે બાળકો છે, જેમને તેઓએ એડોપ કર્યા છે. આ બાળકો તેમના પેરેન્ટ્સ સાથે રહે છે પરંતુ તેમના અભ્યાસનો ખર્ચ જય અને કેટલીક જરૂરિયાતો જય અને માહી ઉઠાવે છે. તે બાળકોનું નામ ખુશી અને રાજવીર છે.

કપલની ફેમિલી ફ્રેંડે જણાવ્યુ હતુ કે, જય-માહીનો સ્વભાવ ઘણો દયાળુ છે. જયારે તે નાની હતી ત્યારથી તેમના પરિવારમાં એક કેરટેકર હતા અને લગ્ન બાદ માહી સાથે તે નવા ઘરમાં આવી ગયા. માહીએ તેમના કેરટેકરના બાળકને આંશિક રૂપે અડોપ કર્યા છે અને હવે તેનો પૂરો ખર્ચો ઉઠાવી રહ્યા છે. માહી અત્યાર સુધી ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.

તારાના આવ્યા બાદ કપલની પૂરી લાઇફ બદલાઇ ગઇ છે. બંને સોશિયલ મીડિયા પર દીકરી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. તે બંને ટીવીના પાવર અને ક્યુટ કપલમાંના એક છે. તેઓની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવે છે. ચાહકો તે બંને પર ઘણીવાર પ્રેમ પણ લૂંટાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali)

Shah Jina