“લગ્નની તસવીર સંતાડી દે, તાલિબાનીઓને ખબર ના પડી જાય કે….”, કાબુલમાં પત્નીએ પતિએ ભારતમાંથી મોકલ્યો સંદેશ

બહેનને મળવા માટે અફઘાનિસ્તાન ગઈ હતી આ ભારતીયની પત્ની, આગળ જે થયું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે

અફઘાનિસ્તાનની હાલત દીસવે દિવસે ખરાબ થતી જઈ રહી છે, તાલિબાનીઓ દ્વારા કબ્જો કરી લેવામાં આવતા લોકો ગમે તેમ કરીને દેશ છોડવા માંગે છે, આ દરમિયાન ઘણા એવા ભયાનક દૃશ્યો પણ સામે આવ્યા છે, તો આ બધા વચ્ચે જ ઘણી કહાનીઓ સામે આવી છે જે આંખોને પણ ભીની કરી દે.. હાલ એવી જ કહાની કોલકાત્તાના પોલીસ અધિકારી સુબ્રત દત્તાની છે. જેમની પત્ની હસી પોતાની બહેન પાસે કાબુલ ગઈ હતી અને ત્યાં ફસાઈ ગઈ છે.

સોમવારની રાત્રે છેલ્લીવાર તેમની વાત તેમની પત્ની સાથે થઇ હતી. જેના બાદથી જ તે ઓફલાઈન છે. જેના કારણે સુબ્રત દત્તા અને તેમનો પરિવાર પણ ચિંતામાં ગરકાવ થઇ ગયો છે. જો કે તેમને પૂરતો વિશ્વાસ છે કે તેમની પત્ની સકુશળ હશે. કોલકાત્તાના પોલીસ ટ્રેનર સુબ્રત દત્તા બે દિવસથી તેમની પત્નીના ઓનલાઇન આવવાની રાહ પણ જોઈ રહ્યા છે, પરંતુ સંપર્ક કરવા માટેનું કોઈ સાધન નથી.

(પ્રતીકાત્મક તસવીર)

સુબ્રત દત્ત કામના કારણે અમદાવાદમાં રહે છે. વર્ષ 2015માં તેમને કાબુલમાં રહેવા વાળી હસી સાથે લગ્ન કર્યા હતા. હસીનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો, પરંતુ લગ્ન પછી તે કોલકાત્તામાં રહેવા લાગ્યા. લગ્ન પછી આ પહેલો એવો પ્રસ્નગ હતો જયારે સુબ્રત દત્તાની પત્ની આ વર્ષે જૂન મહિનામાં તેની બહેનના ઘરે કાબુલ ગઈ હતી. જેના બાદ તે ત્યાંથી પરત ના આવી શકી. તે રોજ પોતાની પત્ની સાથે વાત કરવા ઈચ્છે છે પરંતુ તેમને નિરાશા જ મળે છે.

મીડિયા સાથેની વાત ચિતામાં સુબ્રત દત્તએ જણાવ્યું કે “સોમવાર પછી તે ઓફલાઈન છે. મેં ઘણા મેસેજ કર્યા પરંતુ જવાબ નથી મળ્યો. ત્યાંના એક મિત્ર દ્વારા ખબર મળી કે હાલ સ્થિતિ પહેલાની તુલનામાં સારી છે.” તેમની પત્ની વિશે જણાવતા તેમને કહ્યું કે, “મારુ મન કહે છે કે તે સંપૂર્ણ રીતે ઠીક હશે. તે ચાર પાંચ દિવસ ઘરની બહાર નથી નીકળી શકતી. તે તેની બહેનના ઘરે ગઈ હતી, મને નથી લાગતું કે તે તેને એકલી છોડશે.”

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ પ્રમાણે સુબ્રત દત્તાએ અને તેમના પરિવારને તેમની પત્નીને લગ્નના દસ્તાવેજ છુપાવવાનું કહ્યું છે. જેના કારણે તાલિબાન કમાન્ડર તેને પૂછે તો તેમને ખબર ના પડે કે તેને ક્યાં ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

Niraj Patel