ગુજરાતમાં આ જગ્યાએ રાજકુમારી જેવી 14 વર્ષની દીકરીને બાપે ગળું કાપી બલી ચડાવી દીધી

આજે જમાનો ભલે ગમે તેટલો આધુનિક કેમ ના થઇ ગયો હોય પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં માને છે. અંધશ્રદ્ધાના ચક્કરમાં જ ઘણીવાર લોકો એવી એવી હરકતો કરતા હોય છે જેને જોઈને કોઈના પણ કાળજા કંપી ઉઠે. પશુ પક્ષીઓની બલી ઉપરાંત ઘણીવાર માનવ બલી આપવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની જ ફૂલ જેવી દીકરીની બલી આપી દીધી.

આ મામલો સામે આવ્યો છે ગીર સોમનાથના તલાલા તાલુકાના ધાવા ગામમાંથી, જ્યાં હાલ એક નરબલી આપી હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ મામલામાં સામે આવી રહ્યું છે કે નવરાત્રી દરમિયાન આઠમા નોરતે જ એક 14 વર્ષની બાળકીની બલી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકીને મંત્ર વિદ્યા કરીને જીવતી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે.

આ મામલામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સગીરા જીવતી થતા જ તેને સળગાવી દેવામાં આવી હતી. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે બાળકીના પિતાએ જ બાળકીની બલી ચઢવી દીધી છે. આ મામલે પોલીસને હજુ કોઈ નક્કર પુરાવા નથી મળી રહ્યા પરંતુ લોકોમાં આ માસુમ બાળકીની બલી આપી હોવાની ચર્ચા ચાલી રહી છે.

આ બાબતે મળી રહેલુંય વધુ માહિતી અનુસાર સુરતમાં રહેતા અને 6 મહિના પહેલા જ પોતાના વતનમાં આવેલા ભાવેશ અકબરી નામના વ્યક્તિએ પોતાની જ ધોરણ 9માં અભ્યાસ કરતી 14 14 વર્ષની બાળકી ધર્યાનું ગળું કાપીને બલી આપી દીધી હતી. બાતમીદાર દાવર ઘટનાની માહિતી મળતા જ પોલસીએ તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ઘર પાસેની શેરડીના ખેતરમાંથી બે બાચકા જેટલી રાખ અને એક ઝભલું મળી આવ્યું હતું.

આ ઝભલાંની નાદાર કપડાં અને રાખ જોવા મળી હતી. પોલીસેને હજુ ઘટના સ્થળેથી કોઈ નક્કર પુરાવાઓ નથી મળ્યા, તો આ ઘટનાને લઈને બાળકીના માતાપિતાને પોલીસ સ્ટેશનમાં લઇ જઈને પુછપરછ કરવામાં આવી રહી છે. આ બાબતે દાવો કરવામાં આવી રહ્યો છે કે બાળકીના મોતના ચાર દિવસ સુધી તેને ગોદડામાં વીંટીને રાખી હતી અને ગામના લોકો દ્વારા અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી. હાલ ઘટના સ્થળે પોલીસ અને ડોકટરોની ટીમ હાજર છે અને આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel