તૈમુર કરી રહ્યો છે નાના ભાઈ જહાંગીર સાથે ખુબ જ મસ્તી, ફોઈ સબા અલી ખાને શેર કરી શાનદાર તસ્વીર, જુઓ

મોટા ભાઈએ નાના ભાઈ જહાંગીર સાથે મસ્તી કરી તો લોકોએ કરીનાને કરી ટ્રોલ, જુઓ

કરીના કપૂરના દીકરા તૈમુર અલી ખાનના નામને લઈને સોશિયલ મીડિયા ઉપર એક સમયે ખુબ જ ચર્ચાઓ જામી હતી, જેના બાદ તૈમુર મોસ્ટ પોપ્યુલર સેલેબ્રીટી કીડમાં પણ આવી ગયો હતો અને તેની ઘણી તસવીરો પણ ફોટોગ્રાફર ક્લિક કરવા માટે તૈયાર રહેતા હતા. હવે કરીનાએ જયારે બીજા દીકરાને જન્મ આપ્યો છે ત્યારે તે પણ ચર્ચામાં રહેવા લાગ્યો છે.

ઘણા લાંબા સમય સુધી કરીના અને સૈફ અલી ખાને પોતાના દીકરાનું નામ અને તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર ના થવા દીધા, પરંતુ હવે કરીનાએ જ્યારે પોતાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું ત્યારે તેના નામનો પણ ખુલાસો થઇ ગયો, કરીના અને સૈફ દ્વારા તેમના દીકરાનું નામ “જહાંગીર” રાખવામાં આવ્યું છે. તેના નામને લઈને પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે.

કરીના અને સૈફ હાલમાં પોતાના બંને બાળકો સાથે માલદીવમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. જ્યાં કરીનાએ સૈફ અલી ખાનનો જન્મ દિવસ પણ ગઈકાલે ઉજવ્યો હતો. આ દરમિયાન કરીનાએ પોતાના બંને દીકરાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં શાનદાર નજારો પણ જોવા મળી રહ્યો હતો.

સૈફ અલી ખાનના જન્મ દિવસના મોકા ઉપર તેની અબહેન સબા અલી ખાને પણ શાનદાર અંદાજમાં તેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સબાએ પોતાના નાના ભાઈના જન્મ દિવસ ઉપર એક ફોટો શેર કરી છે. જેમાં તે પોતાના બંને દીકરા જહાંગીર અને તૈમુર સાથે નજર આવી રહ્યો છે.

તો એક બીજી તસ્વીરમાં તૈમુર જહાંગીર સાથે મસ્તી કરતો પણ જોવા મળી રહ્યો છે. સબા મોટાભાગે પોતાના પરિવારની રેર ફોટો ચાહકો સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સબાએ જે તસવીરો શેર કરી છે તેમાં તસ્વીરોનું કોલાજ જોવા મળી રહ્યું છે.

જ્યાં પહેલી તસ્વીરમાં તામુર અને સૈફ વચ્ચે પ્રેમ ભરેલી પળો જોવા મળે છે તો બીજામાં મોટાભાઈ તૈમુરને નાના ભાઈ જહાંગીર સાથે રમતા જોઈ શકાય છે. સબાએ આ પોસ્ટ શેર કરવાની સાથે આગળ કેપશનમાં લખ્યું છે… “અબ્બા…. જન્મ દિવસની શુભકામનાઓ. લવ ટિમ એન્ડ જેહ.” જરા જુઓ તો…

Niraj Patel