શું તમે ટ્રાય કરશો લગ્ન માટે 131 કિલોનો કેક ડ્રેસ ? પહેલા પહેરી લેવાય અને પછી તેને ખાઇ પણ લેવાય…જુઓ વીડિયો

દુનિયાનો સૌથી મોટો કેક ડ્રેસ, આને પહેરી પણ શકાય અને ખાઇ પણ શકાય- જુઓ વીડિયો

તમે અત્યાર સુધી અનેક રીતની કેક જોઇ હશે, પણ એક બેકરે એવી કેક બનાવી દીધી કે જેને ખાવા સાથે પહેરી પણ શકાય. કદાચ જ કોઇ એવું હશે જેને કેક ખાવી પસંદ નહિ હોય. કેક ખાવા માટે મૂડની જરૂરત નથી હોતી. બસ જ્યારે મન થાય ત્યારે કેક ખાઇ લઇએ છીએ. જ્યારે પણ ટેસ્ટી ખાવાની કે ગળ્યુ ખાવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો કેક વધારે પસંદ કરે છે. ત્યાં આજના સમયમાં કેકની એટલી વેરાયટી અને ટાઇપ આવી ગયા છે કે જે ઘણીવાર લોકોને પણ હેરાનીમાં નાખી દે છે.

કેક પર ફોટો બનેલો હોય છે, અથવા તો એવી કોઇ ડિઝાઇન કે જેની તમે કેક બનાવડાવો છો. પણ હાલમાં જે કેકનું રૂપ સામે આવ્યુ છે, તે તો બિલકુલ જ વિચાર શક્તિ બહાર છે. સ્વિટ્ઝરલેન્ડના એક કેક નિર્માતા નતાશા કોલિન કેમ ફાહ લી ફોકાસે સૌથી મોટી કેક ડિઝાઇન કરી. જો એક ડ્રેસના રૂપમાં છે. જેને પહેર પણ શકાય અને ખાઇ પણ શકાય. આ કેકનું વજન લગભગ 131.15 કિલો છે. 15 જાન્યુઆરી 2023ના રોજ સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં સ્વિસ વર્લ્ડ વેડિંગ ફેરમાં બતાવવામાં આ કેક ડ્રેસ બતાવવામાં આવ્યો હતો.

ફેરમાં આવેલા મહેમાનોને કેક પણ વેચવામાં આવી હતી. નતાશા સ્વીટીકેક્સ નામથી એક બેકરી ચાલે છે, જે કસ્ટમ કેક બનાવવામાં માહેર છે. તેમણે ગિનીસ રેકોર્ડ બનાવવાની કોશિશમાં આ સૌથી મોટી પહેરવા યોગ્ય કેક ડ્રેસ બનાવી હતી.ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક વીડિયો ઇન્સ્ટા પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે છોકરી વ્હાઇટ કેક ડ્રેસ પહેરેલી જોઇ શકાય છે.

કેટલાક લોકો ડ્રેસમાંથી કેકના પીસ પણ કાપતા નજર આવે છે. વીડિયોને અત્યાર સુધી મિલિયન વ્યુઝ મળ્યા છે. આ વીડિયોને લોકો ઘણો લાઇક કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ-કેટલો સારો અને અમેઝિંગ આઇડિયા છે. એક અન્યએ કમેન્ટ કરી- શું આ જ્રેસમાં તે ચાલી શકે છે ?

Shah Jina