લલિત મોદી સાથેના અફેર વચ્ચે સુષ્મિતા સેને બોલ્ડ તસવીર શેર કરીને કહ્યું, I LOVE YOU….યુઝર્સ ટ્રોલ કરવા લાગ્યા ફટાફટ

58 વર્ષના ભાગેડુ સાથે કેમ પ્રેમ પાંગર્યો હશે સુસ્મીતાને? સુસ્મિતાએ હોટ તસ્વીર મૂકીને કહ્યું આઈ લવ યુ….

બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનનું જ્યારથી બિઝનેસમેન લલિત મોદી સાથે રિલેશન ઓફિશિયલ થયુ છે, ત્યારથી અભિનેત્રી ટોક ઓફ ધ ટાઉન બનેલી છએ. હવે સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી દીધી છે કે જે ઘણી વાયરલ થઇ રહી છે. આ વખતે સુષ્મિતા સેને પોતાની સુપર બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરનું કેપ્શન હાલ ઘણુ ચર્ચામાં છે. અભિનેત્રી આ તસવીરમાં ઘણી ખુશ લાગી રહી છે અને તેનો ચહેરો પણ ઘણો ગ્લો કરી રહ્યો છે.

લુકની વાત કરીએ તો, સુષ્મિતાએ ફ્રન્ટ કટ આઉટ ટોપ પહેર્યુ છે અને સનગ્લાસ કેરી કર્યા છે. આ તસવીરને ચાહકો ઘણી જ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીનું કેપ્શન ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે. સુષ્મિતાએ તસવીર શેર કરતા લખ્યુ- આઇ લવ યુ દોસ્તો. સુષ્મિતાની આ પોસ્ટથી હવે એ સ્પષ્ટ છે કે તે તેની પર્સનલ લાઇફમાં ઘણી ખુશ છે. તે તેની લાઇફને ઘણુ ખુલીને એન્જોય કરી રહી છે. ચાહકોને સુષની આ બિંદાસ લાઇફસ્ટાઇલ ઘણી પસંદ છે અને તે તેના માટે મશહૂર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

સુષ્મિતાની પોસ્ટ પર એક ચાહકે કોમેન્ટ કરી, ‘આભાર તમે મારી પ્રેરણા છો, લવ યુ મેડમ.’ બીજાએ લખ્યું, ‘લવ યુ ક્વીન ઓફ હાર્ટ્સ.’ એક ચાહકે કહ્યુ- ‘તમને પણ ઘણો પ્રેમ.’ એક યુઝરે કહ્યું, ‘આવી રીતે હસતા રહો.’ જણાવી દઇએ કે, લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન સાથેની તસવીરો પોસ્ટ કરીને સંબંધને ઓફિશિયલ કર્યો હતો, જે બાદ ઘણો હંગામો મચી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

યુઝર્સને બંનેનો આ સંબંધ પસંદ ન આવ્યો અને બંનેને ટ્રોલ થવું પડ્યું હતુ. લોકો સુષ્મિતા સેનને લોભી અને ગોલ્ડ ડિગર પણ કહેવા લાગ્યા. આટલું જ નહીં ઘણા લોકોએ તો એમ પણ કહ્યું છે કે સુષ્મિતા પૈસાના કારણે લલિત મોદી સાથે રિલેશનશિપમાં છે. આ બધા પછી, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો.

Shah Jina