ઇકો કારમાં બેસતા પહેલા હજાર વિચાર વિચારજો, લીંબડી-રાજકોટ હાઇવે પર ઈકોનું પડીકું વળી ગયું, ચાર લોકો મૃત્યુ પામ્યા….
ગુજરાતમાંથી અવાર નવાર ગમખ્વાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે રક્તરંજિત બન્યો હોવાનું સામે આવ્યુ છે. મંગળવારે સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોનાં ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક આવી ગઇ અને સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
આ અક્સમાત એટલો ભયંકર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલ તો આ અકસ્માતમાં કોનું મોત થયુ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે રસ્તો સાફ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે અકસ્માત સર્જાતા સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં અને બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. એક કાર પર વિશાળ ડમ્પર પડતાં કાર તો આખી પડીકું બની ગઇ હતી.