સીધી ને સંસ્કાર વાળી દેખાતી આ મહિલાઓથી ચેતજો, ઘરનાં ખૂણે ખૂણાં કરી નાંખે છે ‘સાફ’ – જાણો કેવા કાંડ કરે છે
ગુજરાતમાંથી અવાર નવાર ચોરી અને લૂંટફાટની ઘટના સામે આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ચોરીની એવી ઘટના સામે આવી છે, જેમાં ઘરમાં રાખેલ કામવાળી ઘરની સાથે સાથે તિજોરી અને લોકર સાફ કરી ચાલી ગઇ હોય. ત્યારે હાલમાં જ બંગલાઓમાં ઘરકામ મેળવી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ગેંગે ગુજરાત સહિત બિહાર, ઓરિસ્સા, પંજાબ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.
ઘરકામ માટે રાખેલી મહિલાઓ સમય મળતાની સાથે જ તિજોરી અને લોકર સાફ કરી ફરાર થઈ જતી હોય છે. હાલમાં જ એક ઘટનામાં 7.80 લાખની ચોરીની ફરિયાદ પોલિસને મળી હતી અને તે બાદ આ મામલે તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી અને તે બાદ પોલિસે કાર્યવાહી કરી ઘરની સાથે તિજોરી સાફ કરનારી આંતરરાજ્ય ગેંગની બે મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરી છે. 24 ફેબ્રુઆરીના રોજ લાખોના સોનાના દાગીનાની ચોરી થયાની એક ઘટના સામે આવી અને આ ઘટનાને લઇને ફરિયાદી દ્વારા પોલિસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી,
જે પછી સુરત પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને આ દરમિયાન જ પોલીસને જાણકારી મળી કે આંતરરાષ્ટ્રીય મહિલાઓની એક ગેંગ જે સુરતના પોલ વિસ્તારમાં આ પ્રકારે નોકરીની જરૂરિયાતનું બહાનું બનાવીને ધનિક પરિવારોમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. તે બાદ સમય મળતા જ ધનિક પરિવારોના ઘર સાફ કરી દે છે. પોલિસે હાલ તો આ ગેંગની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ગેંગ કયા ગુનામાં સંડોવાયેલી છે અને કયા કયા રાજ્યોમાં ગુના આચર્યા છે તે દિશામાં પોલિસે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં કંચન દેવી સુરેશ મંગરૂ શાહ, સુનિતા દેવી શંભુ બ્રહ્મદેવ કુર્મી સહિત રામચંદ્ર કુમાર શાલીગ્રામ શાહનો સમાવેશ થાય છે. આરોપીઓએ જે પણ સામાનની ચોરી કરી હતી તે તેમણે તેમના વતનના ઘરે મોકલી આપ્યો હતો.