સુરતની એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોત, 18 વર્ષના યુવકને શ્વાસ લેવામાં તકલીફ , લોકોમાં વ્યાપ્યો ફફડાટ

18 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા જ પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ, તો એજ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ સવારે ઉઠ્યા જ નહિ, બે લોકોનો જીવ હાર્ટ એટેકે લીધો

Two People Died Due To Heart Attack Surat: ગુજરાતમાં સતત હાર્ટ એટેકના મામલાઓ વધી રહ્યા છે અને તે ચિંતાજનક પણ બન્યા છે, અત્યાર સુધી મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવતા હતા એ વાત આપણે સાંભળી હતી અને જોયું હતું, પરંતુ હવે તો નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકેની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરત શહેરમાંથી પણ હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ગત રોજ એક જ સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલી ખોડિયારનગરમાં રહેતા 18 વર્ષની નાની ઉંમરના કમલેશ નામના એક યુવાનને વહેલી સવારે ઉંઘમાં જ શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી, જેના બાદ પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા જ પરિવાર માથે દુખોનું આભ તૂટી પડ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

કમલેશને કોઈપણ શારીરિક બીમારી નહોતી. ત્યારે આમ અચાનક આટલી નાની ઉંમરમાં પણ તેને હાર્ટ એટેક આવવો પરિવાર માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. સુરત પોલીસ દ્વારા કમલેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. કમલેશ મૂળ રાજસ્થાનનો વતની હતો અને એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો.

તો બીજી તરફ ખોડિયારનગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાનને પણ રાત્રે છાતીમાં દુખાવો થયો હતો. જેના બાદ તેઓ રાત્રે સુઈ ગયા અને સવારે ઉઠ્યા જ નહીં. પરિવારના સદસ્યો તેમને હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ ત્યાં પણ તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નઝીફભાઇને પણ કોઈ શારીરિક બીમારી નહોતી. આમ એક જ વિસ્તારમાંથી બે લોકોને અકાળે હાર્ટ એટેક આવતા લોકોમાં પણ ચિંતાનો વિષય બન્યો છે.

Niraj Patel