સુરતમાં રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, છેલ્લા શ્વાસે કહ્યુ- મારે કોઇને પૈસા…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, કોઇ પ્રેમમાં નાસીપાસ થવાને કારણે તો કોઇ ઘરવાળાને કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર તો લોકો દેવું વધી જવાને કારણે આર્થિક સંકળામણને કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે સુરતમાંથી. જયાં એક રત્નકલાકારે દેવું થઇ જતા આપઘાત કરી લીધો. પરિવારમાં દીકરાના આપઘાત કરી લેવાને કારણે શોક છવાઇ ગયો છે. મૃતકના ચાર વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તે ત્રણ ભાઇઓમાં બીજા નંબરનો હતો.

આપઘાત કરનાર પરેશ ખૂખાણીએ કહ્યું હતું કે, મેં દવા પીધી છે. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાતા મારે કોઈને પૈસા દેવાના છે કહી છેલ્લા શ્વાસ લીધા હતા. મૃતકના મોટા ભાઇ રાજેશે જણાવ્યું હતું કે પરેશ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો અને તેની ઉંમર  વર્ષ હતી. નાઈટ પાળી કરીને તે મંગળવારે સવારે ઘરે આવ્યો તે બાદ સૂઈ ગયો અને અચાનક તેને ઊલટીઓ શરૂ થતાં ભાભીએ બુમાબુમ કરી દીધી હતી. દોડીને જતા પરેશે જ કહ્યું કે, મેં દવા પીધી છે. આ સાંભળી તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાત્કાલિક પરિવાર ભેગો થઈ ગયો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા. જ્યાંથી વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જવાતા ત્યાં હાજક ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અચાનક કોઈ પણ કારણ વગર ઝેરી દવા પી લેનાર પરેશના આ અંતિમ પગલાંથી પરિવાર ચિંતિત હતું. જોકે મોત પહેલા ખાનગી હોસ્પિટલમાં પરેશે કહ્યું હતું કે, મારે કોઈને પૈસા દેવાના છે. પરેશના દેવું થઇ જવાની આ વાતથી પરિવાર અજાણ હતો. એટલું જ નહીં આપઘાત પાછળ દેવું કારણ ભૂત હોય શકે છે. હાલ તો પોલિસ આ કેસની તપાસ કરી રહી છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina