સુરતમાં નેશનલ હાઇવે ઉપર નશેડી યુવકનો તમાસો, ગાડીઓ ઉપર ચઢી વાઈપર અને નંબર પ્લેટ તોડી નાખ્યા, વીડિયો થયો વાયરલ

આપણે બધા જ જાણીએ છીએ કે નશાની લત ખુબ જ ખરાબ છે, અને નશામાં વ્યક્તિને કોઈ વાતનું ભાન પણ નથી રહેતું. સોશિયલ મડિયામાં આવા નશેડીઓના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે નશાની હાલતમાં હાઇવે ઉપર ગાડીઓને નુકશાન પહોંચાડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પીપોદરા ગામના બ્રીજ પાસે  નેશનલ હાઇવે 48 પર એક યુવક નશાની હાલતમાં આવી ચઢ્યો હતો. અને તે હાઈ વે ઉપરથી પસાર થઇ રહેલી ગાડીઓ ઉપર ચઢી અને તોડફોડ કરવા લાગ્યો હતો. લગભગ અડધા કલાકથી પણ વધારે સમય સુધી તે હાઈ-વે ઉપર તમાશો કરતો જોવા મળ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

જયારે આ યુવક તોફાન કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો. વાયરલ વીડિયોની અંદર આ યુવકનો તમાશો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક ગાડી ઉપર ચઢી અને વાઈપર તોડી નાખે છે, બાદમાં બીજી એક ગાડી ઉપર ટીંગાઈ જાય છે અને એક ગાડીની નંબર પ્લેટ પણ તોડી નાખે છે.


આ ઘટનાના કારણે ત્રાસી ગયેલા લોકોએ બાદમાં યુવકને મેથીપાક પણ ચખાડ્યો હતો. બાદમાં લોકોને માલુમ પડ્યું હતું કે તે નશાની હાલતમાં છે. આ યુવકે રસ્તા ઉપર બેસી અને ટ્રાફિક જામ પણ કરી દીધો હતો. જે પણ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

Niraj Patel