સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો ગઇકાલના રોજ સામે આવતા સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી લીધી હતી. ગત ગુરૂવારના રોજ બપોરે ઘરે આવેલા હવસખોર પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાક્રમ અને સીસીટીવી ફુટેજના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેણે પોલીસ સામે કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. આ ઘટની જયારે બની ત્યારે પિતાએ પોલિસને લગભગ 17 કલાક સુધી ગોળ ગોળ ફેરવ્યા હતા અને તે બાદ ગુનાની કબૂલાત કરી હતી.
દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર મૂળ નેપાળનો અને હાલ સુરત-કામરેજ રોડ પર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે રહેતા પરિવાર પતિ-પત્ની અને 10 વર્ષની દીકરી તેમજ 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો રહે છે. ગુરુવારે જયાકે પતિ-પત્ની કામ પર ગયા હતા ત્યારે ત્રણેય સંતાનો ઘરે હતા અને બપોરે દોઢ વાગ્યાની આસપાસ અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો અને તેણે 10 વર્ષની દીકરી સિવાયના બાળકોને બાથરૂમમાં પુરી દીધા અને 10 વર્ષિય માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેની નાની બહેને દાદીને આ બાબતે વાત કરી હતી.
બધા સગા ઘરે આવ્યા અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી. તે બાદ આ બાબતો પોલિસે તપાસ કરી ત્યારે તેમણે જયાં ઘટના બની ત્યાંથી થોડે અંતરે ખએ દુકાન આવેલી છે તે દુકાન બહારના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બપોરે દીકરીની માતા અને પિતા આવતા દેખાય છે. તેના પિતા બે વખત આવે છે. બીજી વખત 12.07 વાગ્યે તે ઘર તરફ જતો દેખાય છે. પરંતુ તે ઘરેથી પરત બહાર જતા નથી દેખાતો. બસ ત્યારે જ પોલિસને શંકા ગઇ અને નરાધમ પિતાના નિવેદનને લઈ દુષ્કર્મ આચનાર અજાણ્યા ઇસમની કહાની બનાવનાર પિતા રાત્રે જ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, તેણે એક સપ્તાહ પહેલાં પણ પોતાની જ બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે સમયે બાળકી બહાર નીકળી જતા બચી ગઇ હતી. આરોપીએ પોતાની જ સગી દીકરી કે માત્ર 10 વર્ષની છે તેના પર બળાત્કાર ગુજાર્યો અને તે બાદ પોતાનું આ કૃત્ય છૂપાવવા માટે માસૂમને ડરાવી અને ધમકાવીને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું.હવસખોર પિતાએ એવી કહાની બનાવી હતી કે બપોરના સમયે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેના વાળ લાંબા હતા તેમજ કાનમાં બૂટી પહેરી હતી અને બ્લેક કલરની ટી-શર્ટ પણ પહેરી હતી.
આ ઉપરાંત નેપાળી જેવો દેખાતો હોવાની પણ વાત કરી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે બાળીકીને પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી અને હવસખોર પિતાની કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.. ઉલ્લેખનીય છે કે, બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ માતાએ આ વાત દબાવી દીધી અને કહ્યુ કે તારી વાત ખોટી છે અને તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે.હવસખોર પિતાએ એવી કહાની બનાવી હતી કે બપોરના સમયે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેના વાળ લાંબા હતા તેમજ કાનમાં બૂટી પહેરી હતી અને બ્લેક કલરની ટી-શર્ટ પણ પહેરી હતી.
આ ઉપરાંત નેપાળી જેવો દેખાતો હોવાની પણ વાત કરી હતી. તેને આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે બાળીકીને પણ મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી અને હવસખોર પિતાની કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.. ઉલ્લેખનીય છે કે, બાળકીએ આ વાતની જાણ તેની માતાને પણ કરી હતી, પરંતુ માતાએ આ વાત દબાવી દીધી અને કહ્યુ કે તારી વાત ખોટી છે અને તે તારા પિતા છે, તારી સાથે આવું ન કરે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર