ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી MD પકડાવાના કિસ્સા અનેકવાર સામે આવી રહ્યા છે. એમાં પણ કેટલાક શહેરો તો જાણે કે માફિયાઓના શહેર બની ગયા છે. MD યુવાધનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે કેટલાક તત્વો MDનું વેચાણ એ માટે કરી રહ્યા છે કારણે કે જલ્દીથી રૂપિયા કમાઈ શકે. આવા તત્વો ઘણીવાર સફળ થઇ જાય છે તો ઘણીવાર પોલિસના હાથે ઝડપાઇ પણ જાય છે, ત્યારે હાલમાં 6-7 દિવસ પહેલા સુરત પોલીસે શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી એક શખ્સને ઝડપ્યો હતો,
જેની તપાસ કરતા 1 કિલો 670 ગ્રામ એમડી રૂ. 1.60 કરોડનું મળી આવ્યું હતું. તે લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો. તેણે કેમેરા સામે વિકટ્રીનું સાઇન પણ બતાવ્યુ હતુ. આ માફિયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ છે, જે ડ્રાઇવીંગનું કામ કરે છે. તેની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તે આ એમડી મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના માફીયા પાસેથી લાવ્યો હતો અને સુરતમાં તે રેલવે સ્ટેશને પહોંચી જેને એમડી સપ્લાય કરવાનો હતો તેને મોબાઇલ કોલ કરી અને ત્યાં બોલાવી ડીલીવરી આપવાનો હતો.

પછી તે ત્યાંથી રાજસ્થાન નીકળી જવાનો હતો. મુંબઇ કનેક્શન સામે આવતા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ મુંબઇ સુધી લંબાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે મુંબઇ ખાતે દરોડા પાડી અપાર ખાનની ધરપકડ કરી અને તેની પૂછપરછમાં આ જથ્થો તેની માતા કૌશલ ઇમરાન શેખે લાવીને આપ્યો હોવાનું જણાવતા તેની માતાની પણ ધરપકડ પોલિસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તપાસ આગળ વધતા પોલિસને કૌશલ શેખને લઇને મોટો ઘટસ્ફોટ થયો. વર્ષ 2007માં મુંબઇ એનસીબીએ કૌશલને 45 કિલો ચરસ સાથે ઝડપી પાડી હતી.
આ પ્રકરણમાં તે વર્ષ 2011 સુધી જેલમાં પણ રહી ચુક્યો છે. આ ઉપરાંત ઇમરાન અજમેરી પણ MD કેસમાં ઝડપાયો હતો અને હાલ તે મુંબઇની જેલમાં કેદ છે. જ્યારે કૌશલ શેખ નાલા સોપારાના ડ્રગ્સ ડીલર પાસેથી કમિશન ઉપર ડ્રગ્સ લાવીને ડીલીવરી કરવા માટે અફઝલને સુરત મોકલ્યો હતો. હાલ તો પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને મુંબઇના બલ્લુ અને તેની માતાની ધરપકડ કરી છે. જો કે, પોલિસ તપાસમાં અફઝલ સુરતમાં 3થી 4 વાર એમડી સપ્લાય કરવા આવ્યો હોવાની વાત પણ સામે આવી હતી.