ખબર

સુરત : ૬ મહિના પહેલા કોરોનાના કારણે ગુમાવ્યા પિતા, પછી મુકાયો આર્થિક સંકટમાં, આખરે યુવકે કરી લીધું મોતને વહાલું

રાજયમાં અને દેશમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો પ્રેમમાં દગો મળવાના કારણે તો ઘણા લોકો આર્થિક તંગીમાં આવીને મોતને વહેલા વહાલું કરતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સિવિલ ઇજનેરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેણે આ પગલુ માનસિક તણાવમાં આવીને ભર્યુ હોવાની વિગત સામે આવી છે.

સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલ રો હાઉસમાં એક સિવિલ ઇજનેર ઋષિત જે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો તેણે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તે આર્થિક તંગીને કારણે તણાવમાં રહેતો હતો અને તેના પિતાનું કોરોનાને કારણે 6 મહિના પહેલા જ મોત થયુ હતુ.

બુધવારે મોડી સાંજે પોલિસને ઋષિત ઝવેરી ગળે ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેનું આપઘાતનું કારણ તો હાલ અકબંધ છે. પરંતુ એવું ચર્ચાઇ રહ્યુ છે કે તેણે આર્થિક તંગીને કારણે તેના જીવનનું અંતિમ પગલુ ભર્યુ હતુ.
સોજન્ય : દિવ્ય ભાસ્કર