સુરતમાં તાપી નદીમાં 12 વર્ષનું બાળક સેલ્ફી લેતા દરમિયાન નહોતું પડ્યું, ખુલાસો થયો એવો કે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

સુરતમાંથી તા. 31 ઓક્ટોબરના રોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં ડાજણ-નાનપુરાને જોડતા મક્કાઇ પુલ ઉપરથી ધોરણ 5માં ભણતો 12 વર્ષીય જાકીર સઇદ ઇલ્યાસ શેખ તાપી નદીમાં પડી ગયો હતો. જેના વિશે તેના પિતાએ જણાવ્યું હતું કે સેલ્ફી લેવા દરમિયાન તેમના બાળકનું સંતુલન તે ખોઈ બેઠો અને તાપી નદીમાં પડી ગયો હતો. જેના બાદ ગત રાત્રે ફાયરના લાશ્કરોને રાંદેર રોડ શીતલ સિનેમાની સામે નદીમાંથી જાકીરની લાશ મળી આવી હતી.

પરંતુ હવે આ મામલામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોલીસ તપાસની અંદર હેરાન કરી દેનારી બાબત સામે આવી છે. જાકીરનું મોત સેલ્ફી લેવા દરમિયાન નહોતું થયું પરંતુ તેના પિતાએ જ તેને તાપી નદીમાં ધક્કો મારી દીધો હતો. આ રીતે પોલીસ પુછપરછમાં તેના  જુઠ્ઠાણું બહાર આવ્યું હતું અને તેમને પોતાનો ગુન્હો પણ કબૂલી લીધો હતો.

આ ઘટના બાદ પોલીસે તેના પિતા ઉપર ઓનર કિલિંગનો મામલો દાખલ કરી અને તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં તેને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હતો.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર સઇદના લગ્ન મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના ચીખલી ગામની મહિલા સાથે થયા હતા. લગ્ન વખતે મહિલાની ઉંમર 14 વર્ષની હતી. તેને લગ્નજીવન દરમિયાન બે પુત્ર થયા હતા. સઇદ ચરસી અને ગંજેરી હોઈ, વારંવાર તેની સાથે મારઝૂડ કરતો હતો, જેથી નાના પુત્ર જાકીરને લઇને તે ત્રણ વર્ષથી તેના પિયર રહેવા જતી રહી હતી. ત્યાં હિનાને તેનો કથિત પ્રેમી મળવા આવતો હતો, જેને જાકીર અબ્બા કહેતો હોવાના કારણે પિતાએ જ દીકરા ઉપર ખુન્નસ રાખીને તેને નદીમાં ધકેલી દીધો હતો.

ઘટનાના દિવસે પણ સઇદ નશામાં જ હતો. પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે સઇદ મૈંને બચ્ચે કો માર ડાલા એવું બોલી ગયો હતો, જોકે જેમ નશો ઊતરતો ગયો તેમ તેણે ફેરવી તોળ્યું હતું અને સેલ્ફી લેવા જતાં અકસ્માત થયાનું રટણ કર્યું હતું, પરંતુ પોલીસ આ વાક્યને પકડી રહી હતી.

Niraj Patel