આ ગુજરાતી યુવકે તેના IPS બનવાના સપનાને સાકાર કરી બતાવ્યું, UPSC પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 8માં સ્થાને

દેશભરની અંદર યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે, ઘણા યુવક યુવતીઓ આઇપીએસ કે આઈએએસ બનાવના સપના પણ જોતા હોય છે અને તેના માટે તનતોડ મહેનત કરી અને UPSC/GPSCની પરીક્ષા પણ આપતા હોય છે. હાલમાં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામનું વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને આ પરીક્ષાના પરિણામમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે.

સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો ક્રમ મેળવીને ગુજરાતનું નામ ગર્વથી રોશન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાર્તિકનું સપનું આઈએએસ બનવાનું છે. ઘણા લાંબા સમય બાદ ગુજરાતનો કોઈ યુવાન યુપીએસસીની પરીક્ષામાં ટોપ 10ની અંદર ઝળક્યો છે. કાર્તિક ઉપરાંત ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષામાં સફળતા મેળવી છે.

કાર્તિક જીવાણીએ ધોરણ 12 સુધીનો અભ્યાસ સુરતમાં જ કર્યો હતો અને ત્યારબાદ તે કોલેજ અભ્યાસ માટે મુંબઈ IIT એન્જિનિયરિંગમાં ગયો હતો. જીપીએસસીની તૈયારી પણ કાર્તિકે ઓનલાઇન માધ્યમથી જ કરી હતી. તેને દિલ્હીમાં કોઈ કોચિંગ ક્લાસ કર્યા નહોતા, પરંતુ ઓનલાઇન ક્લાસના માધ્યમથી જ તે સુરતમાં બેઠા બેઠા જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો રહો અને આખરે સફળતાનું શિખર સર કર્યું.

આ પહેલા કાર્તિકે 2019માં પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી જેમાં તેનો 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો પરંતુ આ વખતે પણ તેનું નસીબ થોડું કાચું પડ્યું અને એક માર્ક્સ માટે આઈએએસ બનતા રહી ગયો હતો. તે છતાં પણ તેણે હિંમત હારી નહીં અને સતત પ્રયાસ કરતો રહ્યો.

ત્યારે ફરી કાર્તિકે ત્રીજીવાર પરીક્ષા આપી અને તેની મહેનત અને નસીબ બન્ને રંગ લાવ્યા, અને આ વખતે તે સમગ્ર દેશની અંદર આઠમો ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરી દીધું અને તેનું સપનું આઈએએસ બનવાનું પૂર્ણ કર્યું છે. કાર્તિકની આ સફળતાને લઈને તેના પરિવારમાં પણ ખુશીનો માહોલ ફરી વળ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પરીક્ષામાં 761 ઉમેદવારો પાસ થયા હોવાની વિગતો જાણવા મળી છે. ગુજરાતમાં સ્પીપામાંથી કુલ 13 ઉમેદવારો મેઈન પરીક્ષામાં પાસ થયા છે. આમ, ગુજરાતમાંથી એકંદરે 14 ઉમેદવારો પાસ થયા હોવાની માહિતી મળી છે. યુપીએસસી દ્વારા 836 બેઠકો માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આઈએએસની જનરલ કેટેગરીમાં 72, EWS કેટેગરીમાં 18, ઓબીસીમાં 49, SCમાં 28 અને STમાં 18 મળીને કુલ 180 બેઠકો ઉપલબ્ધ છે.

Niraj Patel