સુરતમાં હાર્ટ એટેકનો કહેર ! એક જ દિવસમાં 5ના મોત

સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત, હાર્ટ એટેકથી મોતની આશંકા, તમામની ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં યુવાઓ પર મોતને ભેટી રહ્યા છે. ત્યારે હાલમાં રવિવારના રોજ સુરતમાંથી એક જ દિવસે પાંચ લોકોના મોતની ખબર સામે આવી. પાંડેસરા, હજીરા, પુણા વિસ્તારમાં જુદા જુદા બનાવોમાં 5 લોકો ઢળી પડ્યા, જેમની ઉંમર 20થી40 વર્ષ સુધીની હતી.

File Pic

ત્યારે હવે આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. પાડેસરમાં પુત્રી સાથે મસ્તી કરતા બ્રિજરાજ સિંહ ઢળી પડ્યા, જ્યારે પાડેસરમાં રહેતા જીતુ પ્રજાપતિને અચાનક ગભરામણ થઈ હતી. બીજા બનાવની વાત કરીએ તો, હજીરામાં રહેતા સરોજ દાસ એકાએક બેભાન થઈ ગયા જ્યારે હજીરામાં જ રહેતા સંતોષ કૌશિક રાતે સુઈ ગયા બાદ ઉઠ્યા જ નહિ.

File Pic

આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા નીતિન દવે વોટર પાર્કમાં બેભાન થઈ ગયા હતા. જણાવી દઇએ કે, સરકારી આંકડા અનુસાર, વર્ષ 2022માં હાર્ટ એટેકથી 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2021માં 28,413 લોકોના મોત થયા હતા.

Shah Jina