એક પિતાની લાપરવાહીએ લીધો દીકરીનો જીવ ! ત્રણ વર્ષની માસૂમ દીકરીને પિતાએ જ ટ્રેકટર રિવર્સ લેતા…

કોણ જયારે કયારે માણસને શું થઇ જાય છે એ ખબર જ નથી પડતી. ઘણીવાર કોઇ ખુશીના પ્રસંગમાં કોઇનું મોત થવાથી માતમ છવાઇ જતો હોય છે, તો ઘણીવાર કોઇ સ્થળે ફરવા જતા હોય અને ત્યાંથી પરત ફરતા કોઇ પરિવાર કે અન્ય અકસ્માતનો ભોગ બની જતા હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાની લાપરવાહીને કારણે એક દીકરી મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી. આ ઘટના ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે. આ કિસ્સો સુરતના અડાજણ-પાલ વિસ્તારનો છે. જેમાં એક પિતાની બેદરકારીને કારણે પોતાની જ ત્રણ વર્ષની માસૂમ દીકરીનું મોત થયુ હતુ.

ઘટનાની વિગત તપાસીએ તો, મૂળ જાલોદના રહેવાસી સુરેશભાઇ બારિયા છેલ્લા ત્રણેક મહિનાથી સુરતના અડાજણ વિસ્તારમાં નવા બની રહેલા કોમ્પેલેક્સમાં મજૂરી કામ કરે છે. તેઓ ત્યાં પોતાની પત્ની અને બે દીકરી સાથે રહે છે, ત્યારે ગત શનિવારના રોજ તેઓ રેતીનું છારુ ભરવાનું ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે તેઓ ટ્રેક્ટરને રિવર્સમાં લેવા ગયા હતા જયાં તેમની બે દીકરીઓ કોમ્પલેક્સ કમ્પાઉન્ડમાં રમતી હતી તેમાંની એક ત્રણ વર્ષની માસૂમ દીકરી શીતલ ટ્રેક્ટર આસપાસ હતી પરંતુ એ વાત તેના પિતા એટલે કે સુરેશભાઇને ખબર ન હતી. જેને કારણે તેમની દીકરી ટ્રેક્ટર નીચે કચડાઇ ગઇ હતી.

આ વાતની જાણ થતા જ બૂમાબૂમ થઇ ગઇ હતી. તેમણે ઉતરીને જોયુ તો ત્યાં માસૂમ દીકરી જે ટ્રેક્ટર નીચે આવી ગઇ તે તેમની જ ત્રણ વર્ષની દીકરી શીતલ હતી તે જોઇ તેઓ આઘાતમાં આવી ગયા હતા. લોહિલુહાણ હાલતમાં શીતલને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.હાલ તો અડાજણ પોલિસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલી બાળકીને લઈને પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બાળકીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. બેમાંથી એક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્યું છે. પોતાની જ લાપરવાહીને કારણે પોતાની ત્રણ વર્ષની માસૂમ દીકરીનું મોત થતા પિતાએ કહ્યું કે હું મારી જાતને કયારેય માફ નહિ કરી શકું.મારી દીકરીના મોતનું કારણ હું બન્યો એ દર્દ મને આજીવન રહેશે.મને જો થોડો પણ ખ્યાલ હોત કે મારી દીકરી જોખમમાં છે તો હું ચેતી ગયો હોત અને આવી અનહોની નહી બની હોત.

Shah Jina