સુરતમાં વધુ 2 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત ! જાણો વિગત

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર સુરતમાંથી આવા બે મામલા સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં બંનેના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શંકા છે. પુણા ગામના 38 વર્ષીય રત્નકલાકાર યુવકને છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ તબિયત લથડી અને પરિવારજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જો કે, ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા ચકચારી મચી ગઇ હતી. આ ઉપરાંત 42 વર્ષીય યુવક કે જે તેની પત્ની પાસે જઇ રહ્યો હતો, તેનું સુરત રેલવે સ્ટેશન પર ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ સોમનાથના વતની અને હાલમાં સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય દિનેશભાઈ મકવાણા હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ત્યારે ગતરોજ તેમને છાતીમાં દુખાવો ઉપડતા પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી ઘટનાની વાત કરીએ તો, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પલસાણા ખાતે મેધા પ્લાઝામાં એકલા રહેતા 42 વર્ષીય વિષ્ણુ પ્રકાશ સૂર્યબલી મોર્યા કે જે દોરા બનાવવાના ખાતામાં નોકરી કરતો હતો.

તે પત્ની કે જે વતનમાં રહે છે તેની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાને કારણે મળવા સાળા સાથે તાપ્તિ ગંગા ટ્રેનમાં વતન જવા નીકળ્યો હતો અને આ સમયે તે સમયે અચાનક નીચે ઢળી પડ્યો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા પણ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે.

(પ્રતીકાત્મક તસવીર)

 

આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે  95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા.

જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.

વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે. આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ,  હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.

તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.

જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.

Shah Jina