સુરતની 19 વર્ષિય મોડલના આપઘાત કેસમાં થયો સૌથી ચોંકાવનારો ખુલાસો, પ્રેમી માનસિક-શારીરિક ત્રાસ આપતો

સુરતની 19 વર્ષિય મોડલના આપઘાત કેસમાં થયો સૌથી ચોંકાવનારો ખુલાસો, લિવ-ઇનમાં રહેતો પ્રેમી જ ઘરમાં ગોંધી, ડામ આપતો, અને…

સુરતના સારોલીના કુંભારીયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં રહેતી મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે 2 મે 2025ના રોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન ખુલાસો થયો છે કે સુખપ્રીત લિવ-ઇન રિલેશનશીપમાં મહેન્દ્ર રાજપૂત નામના યુવક સાથે રહી રહી હતી, જે તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

મોડલના પિતાને તેમની દીકરીના સામાનમાંથી એક લેખિત અરજી મળી હતી, જેમાં તેણે મહેન્દ્ર દ્વારા કરવામાં આવતી મારપીટ અને બ્લેકમેઈલિંગ અંગે વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. તેનું કહેવું હતું કે એક વખત મહેન્દ્રએ તેને ઘરમાં બંધ કરી રાખી હતી અને તેના હાથ-પગમાં બ્લેડના ઘા મારી પગમાં ડામ આપ્યા હતા.

આવાં ત્રાસથી કંટાળીને સુખપ્રીતે આપઘાત કર્યો હોવાની શકયતા દર્શાવતા પિતાએ મહેન્દ્ર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સુરત પોલીસને ફરિયાદ કરી છે. હાલ પોલીસ મહેન્દ્ર રાજપૂતની શોધખોળમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. મોડલે લેખિત અરજીમાં લખ્યુ છે- હું સુખપ્રીત સંધુ, સુરતમાં મુખ્ય મોડેલિંગ એજન્સીમાં મોડેલ તરીકે કામ કરતી હતી, ત્યાં 6ઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારા મિત્રો બન્યા અને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા.

લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો પણ તે સતત બ્લેકમેઇલ કરતો કે, અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરી દેશે. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ, અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેઇલ કરતો રહ્યો. 19 ડિસેમ્બરે તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી. તેણે મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી, પગમાં ડામ આપ્યા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી.

આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે, જો મેં આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દેશે. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી. હાલ સારોલી પોલીસ દ્વારા મહેન્દ્રને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina
error: Unable To Copy Protected Content!