પ્રેમિકા ધારાને સળગાવી નાખનાર હત્યારો સુરજ ભુવાજી જીવતો આલીશાન જિંદગી- જુઓ તસવીરો

પ્રેમિકાનું ઢીમ ઢાળી દેનાર સુરજ ભુવાજી ઉદ્યોગપતિ જેવી લક્ઝુરિયસ લાઈફ જીવતો, જુઓ

Suraj Bhuvaji Luxurious Life : અમદાવાદમાંથી હાલમાં જ એક સનસનીખેજ મામલો સામે આવ્યો, જેમાં પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું. જો કે, આ મામલો આમ તો એક વર્ષ પહેલાનો છે પણ હત્યાનો ભાંડો હવે ફૂટ્યો છે. આ હત્યા કેસમાં એક મહિલા સહિત 8 આરોપીઓની ઝોન 7 LCB ટીમે ધરપકડ કરી છે અને તે બાદ હવે આખા ગુજરાતમાં આરોપી સુરજ ભુવાજીની ચર્ચા થઇ રહી છે.

આ બધા વચ્ચે હવે સુરજ ભુવાજી કે જેમનું નામ આ હત્યાકાંડમાં સામે આવ્યુ છે તેમની વૈભવી લાઈફસ્ટાઈલ ભલભલાને ઈર્ષ્યા કરાવે તેવી છે. સુરજ ભુવાજીનું સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે અને તેમના 333K ફોલોઅર્સ પણ છે. સુરજ ભુવાજીના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેમની ઘણી તસવીરો અને વીડિયો છે જે તેમની વૈભવી લાઇફસ્ટાઇલના પુરાવા આપે છે. સુરજ ભુવાજીની કોઈ ઉદ્યોગપતિ પરિવારના નબીરા જેવી જીવનશૈલી તસવીરો અને વીડિયો પરથી જોવા મળી રહી છે.

સૂરજ સોલંકી માતાજીનો ભૂવો હોવાનો દાવો કરે છે. તેની વૈભવી કાર અને હોટલની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. તે મોંઘીદાટ ગાડીઓનો શોખીન છે અને આ ઉપરાંત એક એવી તસવીરો પણ શેર કરાઈ છે, જેમાં તે ફુલોના ઢગલા વચ્ચે બેઠો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, મૃતક ધારા પોતાના પ્રેમી સુરજ ભુવાજીને જ પોતાની દુનિયા માનતી પણ પ્રેમીએ તો પ્રેમિકાની દુનિયાનો અંત લાવવાનો પ્લાનિંગ પણ કરી નાખ્યુ હતુ.

ધારાએ સપનામાં પણ નહિ વિચાર્યુ હોય કે જે સુરજ ભુવાજીને તે પોતાની દુનિયા માનતી તે જ તેની ખૌફનાક હત્યાનું કારણ બનશે. જણાવી દઇએ કે, અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલા જૂન 2022માં નોંધાયેલા ધારાના ગુમ થયેલા કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. યુવતિનું અપહરણ કરી તેની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવી પુરાવાનો નાશ કર્યાની સનસનીખેજ ઘટના સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ છે.

આ કેસમાં ઝોન-7ના ડેપ્યુટી કમિશનરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ યુવતીના પ્રેમી સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 1 મહિલાનો સમાવેશ થાય છે. યુવતીનો પ્રેમી સૂરજ ઉર્ફે ભુવાજી સોલંકી, સૂરજનો ભાઈ યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોષી સંજય સોહેલિયા, મીત શાહ, જુગલ શાહ અને મીતની માતા મોના શાહ આ હત્યાકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યુ છે.

કેસની વિગત જણાવીએ તો, 20 જૂન 2022ના રોજ ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળી હકી અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ. તે દરમિયાન મિતે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. આ પછી ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં સળગાવવામાં આવ્યો.

જો કે ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ પહેલાથી જ આરોપીઓએ પ્લાનિંગ મુજબ મંગાવી રાખ્યો હતો અને પોલીસને ગુમરાહ કરવા બે આરોપીઓ મિત અને સૂરજ ભુવાજી અમદાવાદ આવ્યા અને પછી મિતની માતાને મૃતક ધારાના કપડાં પહેરાવી તેને પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવી.

ત્યારે બીજા આરોપીઓ યુવરાજ અને ગુંજન મૃતક ધારાનો મોબાઈલ લઈ મુંબઈ પહોંચ્યા અને ત્યાંથી સંજય સોહેલિયા નામના આરોપીના મોબાઈલ પર એક મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા. જો કે, એક વર્ષ બાદ આ કેસનો ભાંડો ફૂટી ગયો છે અને પોલિસે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

Shah Jina