...
   

પત્નીને વિદેશ છોડીને અમૃતા સિંહ સાથે ઇશ્ક લડાવી રહ્યા હતા સની દેઓલ, જ્યારે વિવાહિત હોવાની પોલ ખુલી તો થઇ આવી હાલત

સારા અલી ખાનની મમ્મી જોડે અફેર હતું સની દેઓલ, જુઓ સ્ટોરી

19 ઓક્ટોબર 2020 ના રોજ બોલીવુડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ 64 વર્ષના થઇ ચુક્યા છે. સનીનો જન્મ વર્ષ 1956 માં સાહનેવાલ પંજાબમાં થયો હતો. ફિલ્મોમાં રોમાન્સ કરનારા સની દેઓલ અસલ જીવનમાં એકદમ શર્મિલા સ્વભાવના હતા. એવામાં આ ખાસ મૌકા પર આજે અમે તમને સની દેઓલના જીવનની ખાસ વાતો જણાવીશું.

આજના કલાકારોની જેમ તે સમયમાં પણ સની દેઓલના અફેર્સ પણ રહ્યા હતા અને ખુબ ચર્ચાઓ થતી હતી. જો કે ફિલ્મોમાં આવતા પહેલા જ સનીએ પૂજા નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

સની દેઓલે વર્ષ 1983 માં સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અને અભિનેત્રી અમૃતા સિંહ સાથે ફિલ્મ ‘બેતાબ’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં સની અમૃતાને પસંદ કરવા લાગ્યા અને બંન્ને વચ્ચે પ્રેમ થઇ ગયો. જો કે અમૃતાને સનીના વિવાહિત હોવાની ખબર ન હતી અને સનીએ પણ આ વાત છુપાવીને રાખી હતી.

અમૃતાને લાગતું હતું કે સની તેના માટે એક પરફેક્ટ પાર્ટનર છે અને તે પુરી દુનિયાની સામે પોતાનો સની સાથેનો સંબંધ કબૂલવા માંગતી હતી પણ સની તેના માટે તૈયાર ન હતા. બીજી તરફ અમૃતાની માં પણ આ લગ્ન માટે ખુશ ન હતી, હતી તેનું માનવું હતું કે અમૃતાના લગ્ન એવા વ્યક્તિ જોડે થાય જે ખુબ ખાનદાની હોય.

તે સમયે સની દેઓલે હજી તો ફિલ્મોમાં કામ કરવાનું શરૂ જ કર્યું હતું, અને સનીની કારકિર્દીમાં કોઈ અસર ન થાય તેના માટે તેના પરિવારે પણ લગ્નની વાત લોકોથી છુપાવીને રાખી હતી. અમૃતાની માં એ જ્યારે જાંચ શરૂ કરી ત્યારે તેને ખબર પડી કે સની દેઓલ પહેલાથી જ વિવાહિત છે અને તેની પત્ની પૂજા લડનમાં રહે છે. સનીના વિવાહિત હોવાની ખબર સમાચારમાં પણ છપાઈ હતી.

હકીકત સામે આવતા જ અમૃતા અંદરથી એદકમ તૂટી ગઈ હતી અને તેને જાણ થઇ ગઈ કે શા માટે સની વારંવાર લંડન જતો હતો. અમૃતાના પૂછવા પર સની કહેતા કે તે બિઝનેસ મિટિંગ માટે લંડન જઈ રહ્યો છે. સનીને પણ ડર હતો કે જો તેના વિવાહિત હોવાની જાણ દર્શકોને ખબર પડશે તો તેને એક રોમેંટિક હીરો તરીકે પસંદ નહીં કરે માટે તે લગ્નની વાત છુપાવવા માંગતા હતા અને પત્નીને મળવા લંડન જતા હતા.

સનીથી અલગ થઇ ગયા પછી અમૃતા પોતાના જીવનમાં આગળ વધવા લાગી અને તેનું નામ રવિ શાસ્ત્રી સાથે જોડાયુ પણ આ સંબંધ કંઈ ખાસ ચાલ્યો ન હતો. અને બીજી તરફ સની દેઓલ અને અભિનેત્રી ડિમ્પલ કપાડિયા ડેટ કરવા લાગ્યા.

વિવાહિત હોવા છતાં પણ સનીએ ડિમ્પલને પત્ની જેવો દરજ્જો આપી રાખ્યો હતો અને આ ખબર ચારે તરફ ફેલાઈ ગઈ હતી. વાતો તો એવી પણ થતી હતી કે સની અને ડિમ્પલે ચુપચાપ લગ્ન પણ કરી લીધા છે.

જેના પછી સની દેઓલ અભિનેત્રી રવીના ટંડન સાથે પણ અવર નવાર જોવા મળતા હતા. બંનેએ ફિલ્મ જિદ્દીમાં એકસાથે કામ કર્યું હતું અને એકબીજાના ખાસ મિત્રો બની ગયા હતા. પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંન્ને સાથે જ જોવા મળતા હતા જેના પછી એવું માનવામાં આવ્યું હતું કે બંન્ને એકબીજાના રિલેશનમાં છે. જો કે તે સમયે રવીના ટંડન અક્ષય કુમારને ડેટ કરતી હતી, જે દરેક કોઈ જાણતું હતું.

જ્યા બીજી તરફ અમૃતા સિંહના જીવનમાં સૈફ અલી ખાન આવ્યા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 1991 માં બંન્નેએ લગ્ન કર્યા હતા અને સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાનનો જન્મ થયો હતો. જો કે ઘણા વર્ષો પછી સૈફ પણ અમૃતાથી અલગ થઇ ગયા અને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા.

સનીએ પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. સની ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ વર્ષ 2019 માં તેણે પોતાના દીકરા કરણ દેઓલને લોન્ચ કર્યો હતો અને ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ પુરી રીતે ફ્લોપ સાબિત થઇ હતી. સનીના બીજા દીકરાનું નામ રાજીવ દેઓલ છે.

Krishna Patel