બોલીવુડના એક સમયના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટી આજેબ હાલે ફિલ્મોથી દૂર હોય પરંતુ હંમેશા તે લાઇમલાઇટમાં છવાયેલો રહેતો હોય છે. તેની લાઇમ લાઇટમાં રહેવાનું કારણ પણ તેની લક્ઝુરિયસ લાઈફ છે. આજે ભલે ફિલ્મોમાં સુનિલ શેટ્ટી કામ નથી કરતો છતાં પણ દર મહિને કરોડો રૂપિયાની આવક જરૂર મેળવે છે.
સુનિલ શેટ્ટી ફિટનેસના મામલામાં આજે પણ ખુબ જ આગળ છે. તો તેના લક્ઝુરિયસ જીવનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. સુનિલ શેટ્ટીએ મુંબઈ શહેરના ઘોંઘાટથી દૂર ખંડાલામાં એક ખુબ જ આલીશાન વેકેશન હોમ બનાવ્યું છે.
સુનીલના આ વેકેશન હોમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. જેમાં આ વૈભવી ઘરનો નજારો પણ જોવા મળી રહે છે. આ સાથે સુનીલના વૈભવી જીવનનો પણ ખ્યાલ આવી જાય છે.
સુનિલ શેટ્ટીના ફિલ્મી કેરિયરમાં તો ઘણા ઉત્તર ચઢાવ આવ્યા પરંતુ સુનિલનો સાઈડ બિઝનેસ દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સુનિલ શેટ્ટીની ઘણી રેસ્ટોરેન્ટ અને પત્ની માના શેટ્ટીના ડેકોર સેન્ટર છે. સુનીલની પત્ની માનાની પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને આર્કિટેક્ચર કંપની છે.
બીઝનેસ સિવાય તેણે રમતના માધ્યમ દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે. સુનિલ શેટ્ટીની હોટેલ “રોયલ ઈન” નામથી રેસ્ટોરેન્ટ ચેઈન પણ ચાલે છે. સાઉથમાં પણ સુનિલ શેટ્ટીનું રેસ્ટોરેન્ટ છે જ્યા સાઉથનું સ્પેશિયલ વ્યંજન ઉડ્ડુડપી પણ મળે છે.
સુનિલ શેટ્ટી પોતાનો મોટાભાગનો સમય પોતાના આ વેકેશન હોમની અંદર વિતાવે છે. જેમાં એક વિશાળ ગાર્ડન, સ્વિમિંગ પુલ અને જિમ પણ છે. કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા આ આલીશાન મકાનને જોવાનો પણ એક અલગ લ્હાવો છે.
સુનીલ શેટ્ટીએ ઘણા સામાજિક કાર્યોમાં પણ પોતાની હિસ્સેદારી આપી છે. ભલે આજે સુનીલ શેટ્ટીને ઓછી ફિલ્મો મળી રહી હોય, પણ તે દરેક વર્ષ 100 કરોડ રૂપિયા કરતા પણ વધુ કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરેંટની સાથે સાથે પોપકોર્ન એન્ટરટેનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેના પિતા એક સમયે હોટેલમાં પ્લેટસ સાફ કરવાનું કામ કરતા હતા. જે હોટેલમાં તેના પિતા કામ કરતા હતા તે હોટેલ સુનીલ શેટ્ટીએ 2013 ની સાલમાં ખરીદી લીધી છે. જેને લોન્ચ કરવાના સમયે તેણે કહ્યું કે આ તે જ જગ્યા છે જ્યાં મારા પિતા ‘વીરપ્પા શેટ્ટી’ એક સમયે કામ કરતા હતા.
સુનિલે 25 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘બલવાન’ હતી. આ ફિલ્મમાં તેમણે દિવ્યા ભારતીની સાથે કામ કર્યું હતું. અમુક રિપોર્ટ્સની માનીએ તો બલવાનમાં સુનિલ શેટ્ટીની સાથે કામ કરવા માટે કોઈપણ અભિનેત્રી તૈયાર ન હતી. આવું એટલા માટે કારણ કે સુનિલ શેટ્ટી તે સમયે એકદમ નવા હીરો હતા.
આખરે દિવ્યા ભારતી એ સુનિલ સાથે કામ કરવા માટે સાઈન કરી નાખી. સુનિલ શેટ્ટીએ પોતાની ડેબ્યુ ફિલ્મ પહેલા જ લગ્ન કરી ચુક્યા હતા. હિન્દી સિવાય સુનિલે મલયાલમ, તમિલ અને ઈંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનિલ ફિલ્મોમાં એક્શન અભિનેતા તરીકે જાણવામાં આવે છે.