ભીષ્મ પિતામહનો રોલ કરનાર અભિનેતાની આવી હાલત? આખી સ્ટોરી વાંચીને તમને પણ દુઃખ થશે
90ના દાયકાનો લોકપ્રિય શો ‘શ્રી કૃષ્ણા’માં ભીષ્મ પિતામહની ભૂમિકા નીભાવી ચૂકેલા અભિનેતા સુનીલ નાગર આ દિવસોમાં ઘણા મુશ્કેલીમાં જીવન પસાર કરી રહ્યા છે. પેનડેમિકમાં મનોરંજન જગત ઘણુ પ્રભાવિત થયુ છે અને એવામાં સુનીલ નાગર પણ કોરોના કાળનો શિકાર થયેલા છે. સુનીલ આ દિવસોમાં આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે.
સુનીલે જણાવ્યુ કે, 17 મહિનાથી કામ ન હોવાને કારણે તેમની બધી બચત ખત્મ થઇ ગઇ છે. તેમણે ડિસેમ્બર 2019 બાદથી કામ કર્યુ નથી. રોજના ખર્ચા અને ફ્લેટનું ભાડુ આપવામાં બધી બચત ખત્મ થઇ ગઇ છે. તેઓ જે ફ્લેટમાં રહે છે તેમણે ત્યાં 5 મહિનાથી ભાડુ આપ્યુ નથી. તેમણે કહ્યુ કે, ભગવાનની દયાથી મારા મકાનમાલિક ઘણા સારા છે. તેઓ સમજે છે કે જેવો હું કામ કરવાનુ શરૂ કરીશ તેમના બધા પૈસા આપી દઇશ.
થોડા સમય પહેલા એક રેસ્ટોરન્ટમાં મને ગાવાની ઓફર મળી હતી તે મારા રોજના ખર્ચાને ધ્યાનમાં રાખીને હતુ પરંતુ લોકડાઉનને કારણે તે બંધ થઇ ગઇ. મને સ્વાસ્થ્ય સંબંધી બીમારી છે જે આ મહામારીમાં શરૂ થઇ છે. તેઓ હાલ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સુનીલે આગળ પરિવાર વિશે વાત કરતા જણાવ્યુ કે, ગયા દિવસોમાં તેમને ખૂબ નુકશાન થયુ છે. તેઓ તે વિશે વાત નથી કરી શકતા પરંતુ મે મારા પૈસા ત્યાં લગાવ્યા. મારા પરિવારે પણ મને છોડી દીધો. મેં મારા દીકરાને સારી શિક્ષા આપી. તેમે કોન્વેંય સ્કૂલમાં મોકલ્યો અને આજે હું અહી છુ. મારા ભાઇ-બહેન પણ છે પરંતુ કોઇને મારી પડી નથી.