લોકપ્રિય કોમેડી શો કપિલ શર્માની ‘ભૂરી’ 10 વર્ષથી લડી રહી છે આ બીમારી સામે, ચોથા સ્ટેજ પર છે

કપિલ શર્માની ભૂરી અત્યાર કેવી હાલતમાં છે જાણો છો?

“ધ કપિલ શર્મા શો”ની ‘ભૂરી’ એટલે કે સુમોના ચક્રવર્તી લોકોના દિલ પર રાજ કરે છે. કપિલ શોમાં તે લોકોને ઘણી હસાવતી જોવા મળે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ટીવીથી ગાયબ છે, હાલમાં જ તેેણે જણાવ્યુ કે, તે બેરોજગાર છે અને છેલ્લા 10 વર્ષથી એક બીમારી સામે લડી રહી છે. જેના તે ચોથા સ્ટેજ પર છે.

અભિનેત્રી  સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ ધરાવે છેે. તેને “ધ કપિલ શર્મા શો” અને “બડે અચ્છે લગતે હેે” શોથી ઓળખ મળી. દર્શકોના દિલમાંં તેણે કોમેડી કરીને જગ્યા બનાવી, આમ તો સુમોના વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી પરંતુ તેણે હાલમાં જ એક તસવીર શેર કરી તેની પર્સનલ લાઇફને લઇને ખુલાસો કર્યો છે.

સુમોના ચક્રવર્તી વર્ષ 2011થી એંડોમેટ્રિયોસિસ બીમારી સામે લડી રહી છે. પરંતુ પરંતુ કેટલાક વર્ષોથી તે સ્ટેેજ ચાર પર છે. સુમોનાએ લખ્યુ કે, કોઇ પણ પબ્લિક પ્લેટફોર્મ પર આ વિશે વાત નથી કરી. લોકડાઉન મારા માટે ઇમોશનલી ઘણુ કઠિન રહ્યુ છે. તેણે કહ્યુ કે, કોરોનાને કારણે લોકડાઉનમાં તે ગયા વર્ષથી બેરોજગાર છે.

જો કે, તેનું કહેવુ છે કે, કામ ના હોવા પર પણ તેની પાસે પૈસાની કમી નથી અને તેના ખર્ચા ના ચાલી શકે તેેવું પણ છે. તેણે આગળ લખ્યુ કે, આ બધી વાત મારા માટે જણાવી સરળ ન હતી પરંતુ આ પોસ્ટથી કોઇ પ્રરિત થાય અથવા તો કોઇના ચહેરા પર મુસ્કાન આવે તો મારા માટે એ બહુ હશે.

Shah Jina