ધોમધખતી ગરમીમાં કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્નીએ બિકીની જેવું પહેરીને આપ્યા હોટ પોઝ, જોતા જ તમારી ગરમીનો પારો વધી જશે

જેમ જેમ ઉનાળો આગળ વધે છે તેમ તેમ લોકોને હિલ સ્ટેશનો યાદ આવવા લાગે છે. કાળઝાળ ગરમીમાં ઘણા સ્ટાર્સ હિલ સ્ટેશન તરફ દોડવા લાગે છે. આવું જ કંઈક અભિનેત્રી સુમોના ચક્રવર્તીનું છે. ટીવીના કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં ભૂરીનું પાત્ર ભજવીને ફેમસ થયેલી અભિનેત્રી સુમોના ચક્રવર્તી પણ આ દિવસોમાં હિલ સ્ટેશનના દિવસોને ખૂબ જ મિસ કરી રહી છે. આ જ કારણ છે કે અભિનેત્રીએ ઉનાળાની ઋતુ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ચિલ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો પર તેના ફેન્સની નજર અટકી ગઇ છે.

સુમોનાની બોલ્ડ સ્ટાઈલ જોઈને દરેકનું દિલ જોરથી ધડકવા લાગ્યુ છે.કપિલ શર્મા શોમાં સિમ્પલ લુકમાં જોવા મળેતી સુમોના ચક્રવર્તી રિયલ લાઈફમાં ખૂબ જ હોટ છે. હવે તેણે બોલ્ડનેસથી ચાહકોના ધબકારા વધારી દીધા છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે મોનોકિની પહેરીને મસ્તી કરતી જોવા મળી રહી છે.સુમોના ચક્રવર્તીએ બ્લુ અને ગ્રીન કલરની મોનોકિની પહેરી છે, જેમાં તે તેની હોટનેસને ફ્લોન્ટ કરી રહી છે. તેણે કેમેરા સામે એક કરતા વધુ હોટ પોઝ આપીને સનસની ફેલાવી દીધી છે.

સુમોનાની આ હોટ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુમોના ચક્રવર્તીની આ તસવીરો હિમાચલ ટુરની છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે સુંદર વાદીઓમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. આ તસ્વીરો પોસ્ટ કરીને સુમોનાએ ફરી એકવાર આ કાળઝાળ ગરમીમાં પહાડોની વચ્ચે ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.સુમોના ચક્રવર્તીની આ હોટ તસ્વીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, સુમોનાની આ થ્રોબેક તસવીરો છે, જેણે તેને તેની હિમાચલ ડાયરીમાંથી શેર કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુમોના ચક્રવર્તી ટૂંક સમયમાં ટ્રાવેલ આધારિત શો હોસ્ટ કરતી જોવા મળશે. આ દિવસોમાં તે ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ છે. તે શોમાં ભૂરી તરીકે જોવા મળી રહી છે.સુમોના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દિવસોમાં તે જીમમાં ખૂબ પરસેવો પાડી રહી છે. તેણે તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી હતી. સુમોનાને ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ શોમાં તે કપિલની પત્ની બની હતી અને તેના જોક્સ પણ ખૂબ ફેમસ થયા હતા.

ત્યારથી તે કપિલ સાથે શોમાં જોડાયેલી હતી અને પછી ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળી હતી. કપિલની ઓનસ્ક્રીન પત્ની ઉપરાંત તેણે ‘ભૂરી’નું પાત્ર પણ ભજવ્યું હતું, જે દર્શકોને પસંદ આવ્યું હતું. આ શો સિવાય સુમોના ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’માં તેના રોલ માટે પણ જાણીતી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સુમોનાએ 11 વર્ષની ઉંમરે આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’થી અભિનયની શરૂઆત કરી હતી.

Shah Jina