આ પાડો રોજ પીવે છે અલગ અલગ બ્રાન્ડનો દારૂ, 21 કરોડની એક વિદેશીએ લગાવી બોલી

હરિયાણાના કૈથલ જિલ્લાનો આ પાડો કોઇ રાજા-મહારાજા નથી પરંતુ તેના શોખ કોઇ રાજા-મહારાજાથી ઓછા પણ નથી. 21 કરોડ રૂપિયાની કિંમતનો આ પાડો જેનું નામ સુલતાન છે. આ પાડો તેના પીવાના શોખને કારણે ચર્ચામાં છે. જો કે, સુલતાન રોજ 100 મીલીગ્રામ સ્કોચ પીવે છે. આ પાડાને રોજ અલગ અલગ બ્રાન્ડનો સ્કોચ આપવામાં આવે છે. આ પાડો મંગળવારે દારૂ પીતો નથી. આ પાડો રવિવારે ટીચર્સ, સોમવારે બ્લેક ડોગ, બુધવારે 100 પાઇપર, ગુરૂવારે બેલેનટાઇન, શનિવારે બ્લેક લેબલ કે શિવાસ રિગત પીવે છે.

Image Source

હરિયાણાના કૈથલ જિલ્લાનો આ પાડો રાજા-મહારાજાના શોખને પણ શરમાવે તેવો છે. કોઇ સામાન્ય વ્યક્તિ તો આ રીતે જીવવાનું વિચારી જ ન શકે. તેનો રોજનો ખર્ચ લગભગ 3 હજારની આસપાસનો છે. અને વધુમાં આ પાડાએ અત્યાર સુધીમાં અનેક નેશનલ એવોર્ડ પોતાને નામ કર્યા છે. આ પાડાને કારણે તેનો માલિક 90લાખ રૂપિયાની કમાણી કરે છે.

Image Source

સુલતાનને તેના માલિક રામ નરેશ બેનિવાલે 2 લાખ 40 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો જયારે તે 1.5 વર્ષનો હતો. એક વિદેશીએ થોડા વર્ષ પહેલા તેની બોલી 21 કરોડ લગાવી હતી. સુલતાનના માલિકે કહ્યુ હતુ કે, તેનો ખોરાક એટલો બધો છે કે, સામાન્ય ગાય,ભેંસ કે કોઇ વ્યક્તિ આટલું ન ખાઇ શકે.

સુલતાન સવારે નાસ્તામાં દેશી ઘી ખાય છે અને તે આખા દિવસ દરમિયાન 10 લિટર દૂધ પીવે છે. આ ઉપરાંત તે 30-35 કિલો સૂકો ચારો ખાય છે અને 10 કિલો જેટલા દાણા પણ ખાય છે. સુલતાનું વજન 1700 કિસોથી પણ વધુ છે. સુલતાન 6 ફૂટ કરતા પણ વધુ છે. ભારતમાં થયેલા ઘણા એનિમલ કોન્ટેસ્ટ તે જીતી ચૂક્યો છે. સુલતાન શિયાળામાં 15 કિલો સફરજન અને ઉનાળામાં 20 કિલો ગાજર ખાય છે. સુલતાનના માલિકનું કહેવું છે કે, તે રોજ લગભગ 2500 રૂપિયાનો ચારો ખાય છે.

Shah Jina