શાહરૂખ ખાનની લાડલી સુહાનાએ જેકેટ ખુલ્લું રાખીને એવું હોટ ફિગર દેખાડ્યું કે આંખે અંધારા આવી જશે ….

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાને ઘણું નામ કમાવ્યું છે. હવે તેમના બાળકો પણ મોટા થઈ રહ્યા છે અને લાઇમલાઇટમાં આવી રહ્યા છે. તેમની પુત્રી સુહાના ખાન છેલ્લા ઘણા સમયથી લગભગ દરરોજ ચર્ચામાં રહે છે. કિંગખાનની દીકરી સુહાના ખાન જલ્દી જ પોતાના બોલિવુડ ડેબ્યુ માટે તૈયાર છે. ચાહકો પણ સુહાનાની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે, ફિલ્મ રીલિઝ પહેલા જ સુહાના ચાહકોની ફેવરેટ બની ગઇ છે અને તેમના દિલો પર રાજ પણ કરે છે. યુથ વચ્ચે પણ સુહાનાની મોટી ફેન ફોલોઇંગ છે.

સુહાનાને હાલમાં જ મુંબઇમાં સલૂન સેશન એન્જોય કરતા સ્પોટ કરવામાં આવી હતી. સુહાના ખાન મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. સુહાના ખાનની આ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. સુહાના ખાનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. સુહાના ખાનની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.સુહાના ખાન આ દરમિયાન જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે.

બંને સાથે બેસી વાતો કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાનના સુહાનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે વાયરલ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ થોડા સમય પહેલા સુહાનાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કારમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. જેવી તે બહાર આવે છે, પેપરાજી તેને ફોટો ક્લિક કરવાનું કહે છે. આ જોઈને સુહાના નજર ફેરવી લે છે અને આગળ વધવા લાગે છે.

આ પછી એક પેપરાજી તેને કહે છે, ‘સુહાના જી, તમારી ફિલ્મ પણ આવી રહી છે, હવે શું ટેન્શન છે? અમારો ચહેરો યાદ રાખજો, હવે રોજ મળવાનું થશે. આ પછી, પેપરાજી સુહાનાને પોઝ આપવાનું કહે છે પરંતુ તે સીધી જતી રહે છે.આ વીડિયોમાં સુહાના પિંક ક્રોપ ટોપ અને મેચિંગ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેણે ચપ્પલ પહેર્યા હતા. આ સિવાય તેના હાથમાં હેન્ડબેગ પણ જોવા મળી હતી.

જણાવી દઈએ કે તાજેતરમાં જ ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા સાથે ઉટીમાં મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ પૂર્ણ કરીને સુહાના મુંબઈ પરત ફરી હતી. દિગ્દર્શક ઝોયા અખ્તરે તેના ઇન્સ્ટાગ્રામ પરથી ફિલ્મના પ્રથમ શેડ્યૂલના અંત વિશે માહિતી આપી હતી. તેણે એક ફોટો શેર કર્યો જેમાં રેપ શબ્દ લખવામાં આવ્યો હતો. સાથે જ કેપ્શનમાં તેણે કહ્યું હતું કે ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મથી સુહાના, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ડેબ્યુ કરવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આર્ચિસમાં વેદાંગ રૈના અને યુવરાજ મેંડા પણ છે. આ ફિલ્મ આર્ચી કોમિક્સના પાત્રો અને વાર્તાઓ પર આધારિત છે.સુહાના ખાને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે. સુહાના ખાન તેના કોલેજ પ્રોજેક્ટ માટે ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ નામની શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી.

Shah Jina