હવે ડાયાબિટીસ ના દર્દીઓ પણ માણી શકશે આ સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ, માર્કેટમાં આવવાની છે સુગર ફ્રી મેંગો

કેરી ખાવી કોને ના ગમે ? પરંતુ ઘણા લોકો કેરીનો સ્વાદ નથી માણી શકતા, કારણ કે તે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે. મોટાભાગના લોકોને ડાયાબિટીસના કારણે ડોક્ટર પણ તેમને કેરી ખાવાની ના પાડતા હોય છે. જેના કારણે દર વર્ષે તેમને કેરીની સીઝનમાં મન મારીને રહેવું પડતું હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

પરંતુ હવે તેમને પોતાનું મન નહિ મારવું પડે. કારણ કે હવે ઉનાળાની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓને પણ તેમનો કેરી ખાવાનો શોખ પૂરો થઇ જશે. કારણ કે પાકિસ્તાનની અંદર સુગર ફ્રી કેરીની ત્રણ નવી પ્રજાતિ તૈયાર થઇ રહી છે. કિસ્સા પ્રજાતિની કેરીને ડાયાબિટીસના દર્દીઓ પણ  ખુબ જ સરળતાથી ખાઈ શકશે.

રિપોર્ટ અનુસાર સિંધના ટંડો અલ્લાહયારના પ્રાઇવેટ ફાર્મમાં કેરીની આ પ્રજાતિઓને સાયન્ટિફિકલી મોડીફાઇ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ટંડો અલ્લાહયારમાં કેરીનું ફાર્મિંગ કરી રહેલા ગુલામ સરવર દ્વારા આ નવી પ્રજાતિને તૈયાર કરવામાં આવી છે.  એક લોકલ ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને આ પ્રજાતિઓના નામ પણ જણાવ્યા હતા.

આ ત્રણ પ્રજાતિઓના નામ છે.. સોનારો, ગ્લેન અને કીટ. તેમને એમ પણ જણાવ્યું હતું આ કેરીને ઉગાડવા માટે વિશેષ પ્રકારની તકનીકનો સહારો લેવામાં આવ્યો છે. ડાયાબિટીઝ દર્દીઓની પરેશાનીને જોતા તેમને સુગર કંટ્રોલ રાખવા માટે પ્રયોગ કરવામાં આવી છે.

સરવર ધ્વરા જણાવવામાં આવ્યું કે આ ત્રણ પ્રકારની કેરીનો વિકાસ તેને પોતે જ કર્યો છે. આ કામની અંદર તેને સરકાર તરફથી મદદ નથી મળી. તેને જણાવ્યું કે સુગર ફ્રીની આ પ્રજાતિને તૈયાર કરવામાં તેને પાંચ વર્ષનો સમય લાગ્યો છે. પાકિસ્તાનના બજારમાં આ કેરી જલ્દી જ મળશે જેની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ રાખવામાં આવશે.

ગુલામ સરવરે એમ પણ જણાવ્યું કે બજારની અંદર મળવા વાળા ચૌસા કેરીની અંદર  સુગરની માત્રા 12થી 15 ટકા જેટલી હોય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને આ કેરી ના ખાવાની સલાહ આપવામાં આવે છે. તો સોનાર કેરીમાં 5.6 ટકા, ગ્લેનમા 6 ટકા અને કીટમાં ફક્ત 4.7 ટકા સુગર હોય છે. જેના કારણે સુગરની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકો કોઈપણ પ્રકારની તકલીફ વિના આ કેરી ખાઈ શકશે.

Niraj Patel