દેશની અંદર ઘણા લોકો યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઇપીએસ અથવા તો આઈએએસ બનવાના સપના જોતા હોય છે. ઘણા લોકો આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે તે દિવસ રાત પણ એક કરી દેતા હોય છે અને તેમના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. આવી ઘણી જ સફળતાની કહાનીઓ આપણે જરૂર સાંભળી હશે.
આજે અમે તમને એક એવી જ મહિલા આઇપીએસ અધિકારીની કહાની જણાવવાના છીએ, જેને આઇપીએસ બનવા માટે પોતાની ડોકટરી પણ છોડી દીધી હતી અને તેને તનતોડ મહેનત કરી અને યુપીએસસી પાસ કર્યા બાદ આઇપીએસની પોસ્ટ હાંસલ કરી હતી.
આ IPS અધિકારીનું નામ નવજોત સિમી (IPS નવજોત સિમી) છે. જે બિહાર કેડરના 2017 બેચના IPS અધિકારી છે. નવજોત સિમીને તેના બીજા પ્રયાસમાં સિવિલ પરીક્ષામાં સફળતા મળી. જે બાદ તે આઈપીએસ બની હતી.
IPS નવજોત સિમી તેના કામની સાથે સાથે તેના દેખાવ માટે પણ પ્રખ્યાત છે. મૂળ પંજાબની નવજોત બિહાર કેડરના આઈપીએસ અધિકારી છે. તેની પસંદગી વર્ષ 2017માં થઈ હતી. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ થયા બાદ, સિમીએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી, જેમાં તે સફળ રહી અને આઈપીએસ બની.
નવજોત સિમીનો જન્મ 21 ડિસેમ્બર 1987ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ પંજાબના પખોવાલની મોડલ પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું. નવજોત સિમીએ બાળપણથી જ આઈપીએસ ઓફિસર બનવાનું સપનું જોયું હતું.
જોકે પહેલા તેણે ડોક્ટરેટ કર્યું અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. પરંતુ ડોક્ટરેટ છોડ્યા બાદ તેઓ દિલ્હી આવ્યા અને UPSC પરીક્ષાની તૈયારી કરી. ત્યારપછી વર્ષ 2016માં તેણીએ પ્રથમ વખત સિવિલની પરીક્ષા પાસ કરી, પરંતુ ઈન્ટરવ્યુમાં આગળ વધી શકી નહીં.
જ્યારે નવજોત સિમી પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે બીજા પ્રયાસ પહેલા સખત મહેનત કરી. આ પછી, વર્ષ 2017માં તે 735મો રેન્ક મેળવીને આઈપીએસ અધિકારી બની. IPS ઓફિસર બનતા પહેલા તે ડોક્ટર હતી. 2010માં તે બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ, હોસ્પિટલ અને સંશોધન સંસ્થા, લુધિયાણામાંથી BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) માં ડિગ્રી સાથે ડૉક્ટર બની.
નવજોત સિમીએ યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ બિહાર કેડર મેળવ્યો હતો. નવજોત સિમી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.
નવજોત સિમીએ વર્ષ 2020માં વેલેન્ટાઈન ડેના અવસર પર આઈએએસ ઓફિસર તુષાર સિંગલાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ કેડરના 2015 બેચના IAS અધિકારી છે. વેલેન્ટાઈન ડેના અવસર પર નવજોત સિમી પટનાથી હાવડા ગયા અને તુષાર સિંગલાની ઓફિસમાં લગ્ન કર્યા.