પિતા હતા સ્કૂલમાં પટાવાળા, માતાએ ખોલી દુકાન, દીકરી બની IPS, જાણો આ દીકરીની કહાની

આ છે દેશના અસલી હીરો, જાણો આ દીકરીની કહાની

જીવનમાં જો નક્કી કરેલ હોય કે આપણે આ કામમાં સફળતા મેળવવી છે તો તમે તે લક્ષ્યને મેળવવા માટે ઇમાનદારી સાથે જો પ્રયાસ કરો તો સફળતા જરૂર મળે છે. સફળતા માટે મહેનત અને જુસ્સો જરૂરી છે. આવો જ કિસ્સો છે વર્ષ 2018 બેંચની IPS ડો વિશાખા ભદાણેની સંઘર્ષગાથા ખુબ જ રોચક છે.

ડો. વિશાખા ભદાણેના પિતા અશોક ભદાણે નાસિકના એક ગામની એક સ્કૂલમાં ચોથા વર્ગના કર્મચારી છે. વિશાખાને બે બહેનો તથા એક ભાઇ છે અને તે બધામાં સૌથી નાની છે.

વિશાખાના પિતા ઇચ્છતા હતા કે તેમના બાળકો ભણી ગણી મોટા વ્યક્તિ બને. આથી તેઓ શરૂઆતથી જ તેમના શિક્ષણ પર ધ્યાન આપતાં હતાં પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી કે ઘરખર્ચની સાથે તે બાળકોને સારી વ્યવસ્થા કરાવી આપે.

પિતાનો પગાર ઓછો હોવાને કારણે વિશાખાની માતાએ એક દુકાન ખોલી હતી. દુકાનમાંથી થતી આવક બાળકોના શિક્ષણમાં થોડી મદદરૂપ થતી હતી. તેમ છતા પુસ્તકો વગેરેનો ખુબ ખર્ચ થતો જે પહોચી વળાય તેમ ન હતો. પૈસા ના હોવાને કારણે જ્યારે સ્કૂલમાં બે મહિનાનું વેકેશન રહેતું ત્યારે ત્રણેય ભાઇ બહેન લાઇબ્રેરીમાં જઇ પુસ્તકો વાંચતા હતા. તેમની મહેનત જોઇ સ્કૂલના પ્રોફેસર પણ ઉત્સાહમાં વધારો કરતા હતા.

વિશાખા 19 વર્ષની હતી ત્યારે માતાનું નિધન થઇ ગયું. તે બાદ ઘરની જવાબદારી તેના પર આવી ગઇ. તે ઘરનું કામ કરતી અને તે બાદ અભ્યાસ કરતી હતી. તેમણે અને તેમના ભાઇએ આયુર્વેદ કોલેજમાં બીએએમએસમાં એડમિશન માટે એન્ટ્રેન્સ આપી હતી, જેમાં બે લોકોનું સિલેક્શન થઇ ગયું. ત્યારબાદ પિતાએ બેંકમાંથી લોન લીધી જેનાથી બંનેનું શિક્ષણ શક્ય બન્યું.

Shah Jina