હોસ્ટેલનો ગેટ ખોલીને અંદર પ્રવેશ્યો વિદ્યાર્થી, ખુલ્લી ટાંકીની અંદર પડી જવાથી થયું મોત, કોઈને ખબર પણ ના પડી, CCTVમાં સામે આવ્યું રહસ્ય

દર્દનાક દુર્ઘટના ! હોસ્ટેલમાં બનેલી પાણીની ટાંકીમાં પડવાથી સોફ્ટવેર એન્જીનીયરનું મોત, જુઓ ઘટનાનો CCTV વીડિયો

Student drowned in hostel tank : દેશભરમાં દુર્ઘટનાઓની ઘણી ખબર સામે આવતી હોય છે. મોટાભાગની દુર્ઘટનાઓ માનવ બેદરકારીના કારણે સર્જાતી હોય છે અને આવી દુર્ઘટનાઓમાં કેટલાય માસુમ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં હોસ્ટેલની અંદર ખુલ્લી રાખેલી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીની અંદર પડી જવાથી એક સોફ્ટવેયર એન્જીનીયરે પોતાનો જીવ ગુમાવવો પાડ્યો હતો.

આ ઘટના સામે આવી છે હૈદરાબાદને અડીને આવેલા રાયદુર્ગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી. જ્યાંના અંજય નગરમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જવાથી એક યુવકનું મોત થયું હતું. આ ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ભૂગર્ભ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. ગેટમાં પ્રવેશતા જ યુવક ટાંકીમાં પડી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અંજય નગર સ્થિત હોસ્ટેલમાં પાણીની ટાંકીમાં પડી જવાથી યુવકનું ઈજાઓ થવાથી મોત થયું હતું.

યુવકની ઓળખ 25 વર્ષીય શેખ અકમલ સુફીયાન તરીકે થઈ છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર હતા. ઘટના બાદ રાયદુર્ગ પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને ટાંકીમાંથી લાશને બહાર કાઢી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હોસ્ટેલના ગેટ પાસેની ભૂગર્ભ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. આ ઉપરાંત, નજીકમાં ઘણી બાઇક પાર્ક કરવામાં આવી હતી. જેના કારણે યુવક જ્યારે ગેટ ખોલીને હોસ્ટેલમાં પ્રવેશ્યો ત્યારે આગળના પગથિયે એક ખુલ્લી પાણીની ટાંકી હતી. તે સીધો તેમાં પડી ગયો.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવકના હાથમાં કંઈક હતું, જે બહાર પડ્યું અને તે સીધો ટાંકીની અંદર પડી ગયો. પાણીની ટાંકીમાં પડી જવાથી યુવકને માથામાં ઉંડો ઘા થયો હતો. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસે આ મામલે હોસ્ટેલ માલિક સામે ગુનો નોંધ્યો છે. બેદરકારીના કારણે પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. જેના કારણે 25 વર્ષના યુવકનું તેમાં પડી જતાં મોત નીપજ્યું હતું.

Niraj Patel