ખબર

શું કરી રહી છે આજની યુવા પેઢી ? રાજકોટમાં 21 વર્ષના વિદ્યાર્થીએ ગળે ટુંપો ખાઈને જીવનલીલા સંકેલી લીધી, માતા-પિતાનું હૈયાફાટ રુદન

‘મમ્‍મી-પપ્‍પા મને માફ કરજો, ” મમ્મી પપ્પાના નામે અંતિમ ચિઠ્ઠી લખીને વિદ્યાર્થી લટકી ગયો ફાંસીના ફંદે…જાણો કારણ

Student Committed Suicide Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત (Suicide) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક સમસ્યાને લઈને આપઘાત કરી લેતા હોય છે. તો બીજી તરફ યુવા વર્ગમાં પણ આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તો કોઈ પેપર નબળું જવાના કારણે આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા હોય છે.

પેપર નબળું જવાના કારણે કર્યો આપઘાત:

હાલ તાજો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં 21 વર્ષના એક યુવકે પેપર નબળું જવાના કારણે ગળે ટુંપો ખાઈને મોતને વ્હાલું કરી લીધું. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બનાસકાંઠામાં આવેલ વડાલી ગામનો અને હાલ રાજકોટ ભાવનગર ઓર્ડ પર ત્રંબા ગામ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજની હોસ્ટેલમાં રહીને BAMSનો અભ્યાસ કરી રહેલા 21 વર્ષીય વિદ્યાર્થી વશિષ્ઠ વિનોદભાઈ પટેલે પેપર નબળું જવાના કારણે આપઘાત કરી લીધો.

હોસ્ટેલમાં રહીને કરતો હતો અભ્યાસ:

આપઘાત કરતા યુવકે એક સુસાઇડ નોટ પણ તેના મમ્મી પપ્પાના નામે લખી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, “મમ્‍મી-પપ્‍પા મને માફ કરજો, પેપર નબળા જતાં હું મારી જાતે પગલું ભરૂ છું, કોઈનો વાંક નથી.”  ત્યારે પરીક્ષા પૂર્ણ થઇ ગઈ હોવાના કારણે બીજા દિવસે જવિદ્યાર્થી પોતાના ઘરે પણ જવાનો હતો, તેના પરિવારજનો તેના આવવાની અને દીકરાને મળવાની રાહ જોઈને બેઠા હતા. પરંતુ એ પહેલા જ તેના આપઘાતની ખબરે પરિવારના કાળજા કંપાવી દીધા.

(પ્રતીકાત્મક તસવીર)

ખેતી કામ કરતા પિતાએ દીકરાને સારું ભણવા મોકલ્યો:

આ ઘટનાને લઈને 108ને જાણ કરવામાં આવી હતી, જેના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક વિદ્યાર્થીની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. વરિષ્ઠના પિતા ખેતી કામ કરે છે અને દીકરાને તેમને ત્રંબાની મુરલીધર કોલેજમાં ભણવા મુક્યો હતો. જ્યાં તે આયુર્વેદ તબીબના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

વેકેશન પડતા જ બીજા દિવસે જ જવાનો હતો ઘરે :

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગત 26 અને 27 એપ્રિલના રોજ તેની પરીક્ષા પૂર્ણ થઇ ગઈ હતી અને પરીક્ષાના પેપર નબળા જવાના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓને પણ વેકેશન પડ્યું હોવાના કારણે તે પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. વરિષ્ઠ પણ બીજા દિવસે વતન જવાનો હતો. પરંતુ એ પહેલા જ તેને ગળે ટુંપો ખાઈને જિંદગીનો અંત લાવી દીધો. પોલીસે હાલ તેના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.