વડોદરાની બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલી દીકરીને બનવું હતું ડોક્ટર, અર્થીને કાંધ આપતા પિતાનું હૈયાફાટ રુદન, નજારો જોઈને તમે પણ રડી પડશો

Story of a daughter who died in a boat accident : 18 જાન્યુઆરીનો કાળમૂખો દિવસ યાદ કરીને આજે પણ લોકોના અંતરાત્મા કંપી ઉઠે છે. આ દિવસે 14 જેટલા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા અને તે પણ માનવ સર્જિત ભૂલના કારણે. દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય છે કે એ માસુમ ભુલકાઓએ હજુ દુનિયાને સરખી રીતે જોઈ પણ નહોતી, ત્યાં જ તેમના પ્રાણ કેમ કરી ચાલ્યા ગયા ? હરણી બોટ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં 3 શિક્ષકો પણ સામેલ છે.

અંતિમયાત્રામાં હૈયાફાટ રુદન :

પોતાના વ્હાલસોયા બાળકો માટે દરેક વાલીઓએ સપના જોયા હતા, એ બધા જ સપના ચકનાચૂર થઇ ગયા અને કાળજે પથ્થર રાખી પોતાના કાળજાના ટુકડાને હંમેશ માટે વિદાય આપી રહ્યા છે. જેના ઘણા દૃશ્યો આંખોના પોપચાં ભીના કરી દે છે. એવા જ એક આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઋત્વી શાહ અને રોશની શિંદેના મૃતદેહ રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેના પરિવારજનોના હૈયાફાટ રુદનથી માહોલ ખુબ જ ગમગીન બન્યો હતો.

ડોક્ટર બનવું હતું દીકરીને :

ઋત્વી અને રોશની બંને ભણવામાં ખુબ જ હોશિયાર હતા અને તેઓ એક સાથે જ ભણતા હતા, ઋત્વીનું પરિણામ પણ 90 ટકા સુધી આવતું હતું અને તેનું સપનું પણ ભણી ગણીને ડોક્ટર બનવાનું હતું, પરંતુ આ બોટ દુર્ઘટનાએ તેના અને તેના પરિવારના દરેક સપનાને ચકનાચૂર કરી નાખ્યા. ઋત્વી શાહ તેના માતા પિતાની એકની એક દીકરી હતી.   જયારે બંને દીકરીઓને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી ત્યારે ખુબ જ કરૂં દૃશ્યો સર્જાયા હતા. મુસ્લિમભાઈઓએ પણ આ અંતિમ સંસ્કારમાં હાજરી આપીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.’

બોટિંગનો કોઈ પ્લાન નહોતો :

ત્યારે ઋત્વીના કાકાએ મીડિયાને જણાવ્યું હતું કે, “, સ્કૂલના પિકનિક સર્ક્યુલરમાં બાળકોને કોઈ અરણ્ય નામની જગ્યાએ પિકનિકમાં લઈ જવાની વાત કરવામાં આવી હતી. તળાવમાં બોટિંગ માટે લઈ જવાનો કોઈ પ્લાન ન હતો. આ બધું અમારી જાણબહાર થયું છે. 24 બાળકોના જીવ જોખમમાં મૂકવાએ મોટો ગુનો છે. જવાબદાર વ્યક્તિ સામે એક્શન લેવાશે. અહીંની વિધિ પૂરી કર્યા બાદ અમે યોગ્ય પ્લેટફોર્મ પર જઈને રજૂઆત કરશું.”

Niraj Patel