સુરતની શરમજનક ઘટના: મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં એવી વસ્તુ નાખી કે એક્સરે જોઈને ડોક્ટરના હોંશ ઉડી ગયા

‘એક મિત્ર જ તબાહી અને મિત્ર જ સાથી….’આ કહેવત તમે પણ સાંભળી હશે. પણ અહીં મિત્રોએ મળીને પોતાના અન્ય મિત્ર સાથે એવું કંઈક કર્યુ કે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે અને તમને જાણીને પણ હેરાની ચોક્કસ લાગશે. આ મામલો ઓડિશાના બેરહામપૂરમાંથી સામે આવ્યો છે, જ્યા એક વ્યક્તિના આંતરડામાં ફ્સાયેલો સ્ટીલનો ગ્લાસ ડોક્ટરોએ સર્જરી બાદ બહાર કાઢ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પીડિતનું નામ કૃષ્ણા રાઉત છે જે જંગમ જિલ્લાના બુગુડા પ્રખંડના બાલીપદરનો રહેનારો છે, જેની ઉંમરે 45 વર્ષ જણાવવામાં આવી છે, અને હાલ તે ગુજરાતના સુરતમાં નોકરી કરી રહ્યો છે.  લગભગ 10 દિવસો પહેલા રાઉત પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા માટે ગયો હતો, આ સમયે દરેક મિત્રો નશામાં ધૂત થઇ ગયા હતા. આ સમયે મિત્રોએ નશામાં ધૂત થઈને રાઉતના પ્રાઇવેટ પાર્ટ (ગુદાદ્વાર)માં સ્ટીલનો ગ્લાસ નાખી દીધો હતો.

જેના પછીના દિવસે રાઉતના આંતરડામાં ખુબ દુખાવો થયો જો કે તેણે પરિવારને આ બાબતની જાણ કરી ન હતી. ધીમે ધીમે જ્યારે દર્દ વધવાનું શરૂ થયું તો તે પોતાના ગામમાં પરત ફર્યો, અહીં પહોંચ્યા બાદ તેના પેટમાં સુજન થવા લાગી અને શૌચ કરવામાં પણ સમસ્યા થવા લાગી. જેના બાદ તે ચેકઅપ માટે MKCG હોસ્પિટલ પહોંચ્યો હતો.

અહીં ડોક્ટરોએ તેનો એક્સ રે કર્યો હતો, જેના બાદ પરિણામ જોતા જ ડોકટરો દંગ રહી ગયા હતા. એક્સ રેમાં સામે આવ્યું કે તેના આંતરડામાં સ્ટીલનો ગ્લાસ ફસાયેલો છે. ડોકટરોએ પહેલા તો સર્જરી વગર જ ગ્લાસ બહાર કાઢવાની કોશિશ કરી હતી, છતાં પણ સફળતા ન મળતા આખરે ડોક્ટરોએ સર્જરી કરીને ગ્લાસ કાપીને બહાર કાઢ્યો હતો. હાલ રાઉતની તબીયત ઠીક થઇ ચુકી છે.

Krishna Patel