“તારક મહેતા” શોના આ આટલા બધા સ્ટાર્સ છે હજુ પણ કુંવારા, જાણો કોણ સામેલ છે આ લિસ્ટમાં

સીરિયલમાં ભલે પરણેલા હોય પણ અસલ જીવનમાં આટલા બધા કલાકારો કુંવારા છે

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દર્શકોના દિલમાં આ શોએ ઘણી જગ્યા બનાવી લીધી છે. આટલા લાંબા સમયથી આ શો ચાલે છે

પરંતુ તેની લોકપ્રિયતા અને પોપ્યુલારિટી હજી પણ એવી છે. શોમાં કેટલાક કલાકાર છે જે કપલમાં જોવા મળે છે અને કેટલાક સિંગલમાં. પરંતુ આજે અમે તમને જણાવીશુ એવા કલાકાર વિશે જે તેમના અસલ જીવનમાં પણ સિંગલ છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના આ કલાકાર અસલ જીવનમાં તેમના બેચલરહુડનો આનંદ લઇ રહ્યા છે. આજે અમે તમને એ કલાકાર વિશે જણાવીશુ જેના શોમાં તો લગ્ન થઇ ચૂક્યા છે પરંતુ તેઓ અસલ જીવનમાં હજી પણ કુંવારા છે.

1. ઐય્યર ઉર્ફે તનુજ મહાશબ્દે : શોના કૃષ્ણન ઐય્યરને તો તમે જાણતા જ હશોને, આ શોમાં તેઓનો જેઠાલાલ સાથે 36નો આંકડો છે. ઓનસ્ક્રીન તનુજના લગ્ન થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ અસલ જીવનમાં કુંવારા છે, હજી સુધી તેમને તેમની દુલ્હનિયા નથી મળી. તમને જણાવી દઇએ કે, તનુજ 40 વર્ષના છે અને તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે.

2.રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ : શોમાં લોકોના ચહેરા પર હસી લાવવા વાળા અભિનેતા ગુરુચરણ સિંહ સોઢી તેમની ઓનસ્ક્રીન પત્ની રોશન સાથે રોમાન્સ કરતા જોવા મળે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુરુચરણ સિંહ તેમના અસલ જીવનમાં હજી સુધી કુંવારા છે.

3.અંજલિ ભાભી ઉર્ફે નેહા મહેતા : શોમાં અંજલિ ભાભીનું પાત્ર નિભાવતી નેહા મહેતા હવે આ શોનો ભાગ નથી, પરંતુ તેમણે ઘણા વર્ષો સુધી શોમાં કામ કર્યુ છે. નેહા મહેતા તેમની રિયલ લાઇફમાં હજી સુધી કુંવારા છે.

4.બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયા : શોમાં બાધાની પાછળ દીવાની બાવરીને તો તમે જાણતા જ હશોને. બાવરીનું નામ મોનિકા ભદોરિયા છે. શોમાં તો તેમને બાઘો મળી ગયો છે, પરંતુ રિયલ લાઇફમાં તેમને હજી દુલ્હો મળ્યો નથી. તે હજી સુધી સિંગલ છે.

Shah Jina