લોકોએ વિચાર્યુ હતુ- વારાણસીમાં નહિ ચાલે Starbucks, પણ પહેલો સ્ટોર ખુલતા જ જે થયુ તે જોઇ લોકો હેરાન

‘રાજા ઇ બનારસ હઉ…’ કાશીની ગલીઓમાં પહોંચ્યુ Starbucks, શું સૂની થઇ જશે કચોરી ગલી ? Starbucks બહાર લાગી ભીડ

ભારત જેવા દેશમાં હંમેશાથી બ્રાંડ્સ લોકો વચ્ચે લગ્ઝરીથી વધારે શો-ઓફનું માધ્યમ રહી છે. કોઇ નાના શહેરમાં મોટા બ્રાંડની આવવાની ખબર લોકો વચ્ચે એવું એક્સાઇટમેન્ટ પેદા કરે છે કે જોવાલાયક હોય છે. જો કે, નાના શહેરોમાં આવનાર મોટી બ્રાંડ સામે ઘણા પડકારો પણ ઊભા થાય છે. સવાલ એ રહે છે કે શું નાના શહેરોમાં તે તેમનો પગ પેસારી શકશે ? આનો જવાબ આપ્યો છે દુનિયાની મશહૂર કોફી ચેંસમાંસુમાર Starbucks એ.

સ્ટારબક્સે યુપીના વારાણસીમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું હતુ કે શું આ નાના શહેરના લોકો સ્ટારબક્સની મોંઘી કોફી ખરીદી શકશે ? જો કે લોકોની ભીડે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઇન્ટરનેટ પર ઘણા વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી છે જેમાં કોફી શોપની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે. આઉટલેટની બહાર પણ લાંબી કતાર છે, જેમાં લોકો પોતાના વારાની રાહ જોતા ઉભા જોવા મળે છે.

@aaraynsh નામના યુઝરે માઇક્રો બ્લોગિંગ ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરતા લખ્યુ- પહેલા લોકો એવું કહી રહ્યા હતા સ્ટારબક્ત નાના શહેરમાં ક્યારેય કામયાબ નહિ થાય, આવું એટલા માટે કારણ કે લોકો કદાચ ક્યારેય 300 રૂપિયાની કોફી નહિ ખરીદે અને હવે જ્યારે આઉટલેટ ખુલ્યુ છે ત્યારે નજારો કંઇ અલગ જ છે. બનારસના વારાણસીમાં સ્ટારબક્સનું આઉટલેટ ખુલ્યુ એ પહેલા ખૂબ જ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.

કેટલાક લોકોએ કહ્યું હતુ કે બનારસમાં સ્ટારબક્સ નહિ ચાલે, કારણ કે તેની કિંમત વધારે છે અને બનારસમાં કોફીના શોખીન બહુ ઓછા લોકો છે. જો કે, આઉટલેટ ખુલ્યા બાદ સ્ટારબક્સ બહાર લોકોની એટલી ભીડ જોવા મળી કે જાણે એવુ લાગી રહ્યુ હતુ કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોય. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભીડ એટલી વધી ગઈ હતી કે લોકોને અંદર આવતા રોકવા માટે દરવાજા પણ બંધ કરવા પડ્યા હતા.

Shah Jina