પિતાએ કહ્યું “વહેલો ચુકાદો આવ્યો હોત તો સુરતની ગ્રીષ્મા….” સૃષ્ટિ રૈયાણી કેસમાં આરોપીને ફાંસીની સજા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા તેના પિતા

દીકરીને ન્યાય મળે એ માટે પિતાએ બે વર્ષથી કામ ધંધો પણ છોડી દીધો, એક સમય એવો પણ આવ્યો કે ખાવાના પણ ના રહ્યા પૈસા, સૃષ્ટિના પિતાએ કહેલી વાત આંખોમાં આંસુઓ લાવી દેશે..

આજથી 2વર્ષ પહેલા એટલે કે 16 માર્ચ 2021ના રોજ જેતલસર ગામે ધોરણ 11 માં અભ્યાસ કરનારી સૃષ્ટિ રૈયાણી નામની વિદ્યાર્થીનીને જયેશ ગીરધર સરવૈયાએ છરીના 36 જેટલા ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી અને તેણે સૃષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના પાંચેક જેટલા ઘા ઝીંક્યા હતા, પણ તે ભાગી જતા પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

ત્યારે આ ઘટનાના 727 દિવસ બાદ જેતપુર સેસન્સ કોર્ટે પોતનાઓ ચુકાદો આપ્યો અને આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા સંભળાવી દીધી. દીકરીને ન્યાય મળવાની સાથે જ સૃષ્ટિના માતા પિતા પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ દરમિયાન સૃષ્ટિના પિતાએ જણાવ્યું હતું  કે તેઓ સતત બે વર્ષથી માનસિક ત્રાસમાંથી પસાર થયા હતા.

તેમને એમ પણ જણાવ્યું કે જો આ કેસમાં આરોપીને વહેલી સજા થઇ હોતી તો સુરતની ગ્રીષ્મા આજે જીવતી હોત, તો આ ચુકાદાને લઈને સૃષ્ટિની માતા શીતલબેને જણાવ્યું કે મારી દીકરીને આજે ન્યાય મળ્યો અને આ માટે હું બધાનો આભાર માનું છું. અમારી માંગણી આરોપીને ફાંસી થાય તેની હતી જેથી મારી દીકરીના આત્માને શાંતિ મળે.

સૃષ્ટિના પિતાએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટના બાદથી જ દીકરીને ન્યાય મળે તે માટે થઈને તેમને કામ ધંધો પણ છોડી દીધો હતો. તે મજુરવર્ગના માણસ હતા. પરંતુ દીકરીને ન્યાય મળે તે માટે થઈને છેલ્લા બે વર્ષથી તે લડતા રહ્યા. આ દરમિયાન તેમને ઘણા લોકોએ સાથ પણ આપ્યો. એક સમય એવો પણ આવ્યો જયારે તેમની પાસે ખાવાના પણ પૈસાં નહોતા. છતાં તેઓ સત્ય માટે લડતા રહ્યા.

આજે જયારે સૃષ્ટિને ન્યાય મળી ગયો છે ત્યારે તેઓએ સમગ્ર જેતલસરનો આભાર માન્યો સાથે જ ગુજરાતના લોકોનો પણ સાથ આપવા માટે આભાર માન્યો હતો. તેમને જણાવ્યું કે તેમની દીકરીનું સપનું વકીલ બનવાનું હતું. ઘટના અંગે વાત કરતા તેમને જણાવ્યું કે ઘટનાના દિવસે તે તેમની પત્ની સાથે ખેતરમાં ગયા હતા અને ત્યારે જ એક તરફી પ્રેમમાં પાગલ બનેલો જયેશ ઘરે આવી ચડ્યો.

આ સમયે તેમનો દીકરો પણ ઘરે જ હતો. જયેશે સૃષ્ટિને છરીના 34 જેટલા ઘા ઝીંક્યા. તેમના દીકરાને પણ ઈજાઓ પહોંચી હતી. આ વાતની જાણ થતા જ તે ઘરે આવ્યા અને જોયું તો સુષ્ટિ લોહીથી લથબથ હાલતમાં હતી. તેમને એમ પણ જણાવ્યું કે ઘટના અંગે યાદ કરતા આજે પણ તેમના રૂંવાડા ઉભા થઇ જાય છે.

Niraj Patel