દીકરા આર્યનની જમાનતની ખબર સાંભળતા જ ખુશીથી ભરાઇ ગઇ શાહરૂખ ખાનની આંખો, દીકરી સુહાનાએ આપી આવી પ્રતિક્રિયા

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને 3 સપ્તાહ બાદ બોમ્બે હાઇકોર્ટથી જમાનત મળી ગઇ છે. ગુરુવાર એટલે કે 28 ઓક્ટોબરના રોજ આ ખબર સાંભળતા શાહરૂખ ખાનની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. આર્યનને હાઇકોર્ટથી જમાનત મળ્યા બાદ મન્નત બહાર શાહરૂખ ખાનના ચાહકો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન આર્યનના ઘરે આવવાની ખુશીમાં તેમણે બહાર ફટાકડા ફોડ્યા હતા.

આર્યનની જમાનતની ખબર બાદથી શાહરૂખ ખાનની બે તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં શાહરૂખ ખાન થોડા કમજોર નજર આવી રહ્યા છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું હતું કે, “આર્યન ખાનને આખરે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. આર્યન ખાનને જામીન મળ્યા બાદ શાહરૂખ ખાને તેની આખી લીગલ ટીમ અને મેનેજર પૂજા દદલાની સાથે પોઝ આપ્યો હતો. આ ફોટામાં તે હસતા જોવા મળી રહ્યા હતા.

આ તસવીર સામે આવ્યા બાદ શાહરૂખ અને પૂજા તેમની કારમાંથી મન્નત તરફ આવતા જોવા મળ્યા હતા. ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, આર્યન ખાનની ધરપકડ પછી શાહરૂખ અન્ય જગ્યાએ રહેતો હતો અને તે તેની સામાન્ય કારનો ઉપયોગ પણ કરતો ન હતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો શાહરૂખ ખાન તેના ઘરે મન્નતમાં ન હતો તો તે ક્યાં હતો? રીપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુંબઈની ટ્રાઇડેન્ટ હોટલમાં રોકાયો હતો.

તે BMW કારને બદલે હ્યુન્ડાઈ ક્રેટા કારનો ઉપયોગ કરી રહ્યો હતો. ગઈકાલે જ્યારે શાહરૂખ મન્નતમાં આવતો જોવા મળ્યો ત્યારે તે પણ ક્રેટા કારમાં જ હતો. અગાઉ, શાહરૂખ ખાને પણ તેના ચાહકોને અપીલ કરી હતી કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, ચાહકો અથવા પેપરાજી તેના ઘરની બહાર એકઠા ન થાય. ત્યાં, કોર્ટ 29 ઓક્ટોબર, શુક્રવારે તેનો વિગતવાર આદેશ આપશે, ત્યારબાદ આર્યન ખાનને મુક્ત કરવામાં આવશે. આર્યનના વકીલ મુકુલ રોહતગીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે શાહરૂખ ખાનને આ સમાચાર મળ્યા ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ હતા. જે બાદ તેણે ઘણી રાહત અનુભવી હતી.

આર્યન ખાનને હાઇકોર્ટથી જમાનત અપાવવાની જવાબદારી પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ઉઠાવી હતી. હાઇકોર્ટમાં તેમણે શાહરૂખ ખાનના દીકરાની પેરવી કરી હતી. મુકુલ રોહતગી શાહરૂખ ખાનના ત્રીજા વકીલ હતા. આ અગાઉ એડવોકેટ સતીશ માનશિંદે અને અમિત દેસાઈએ બચાવ પક્ષ તરફથી આર્યન ખાનના જામીન માટે દલીલો રજૂ કરી હતી.

એનસીબીની દલીલ પૂરી થયા બાદ આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પોતાની દલીલો રજૂ કરતાં તેણે કહ્યું હતું કે ‘માનવ અને ગાબાની ધરપકડ કેમ કરવામાં ન આવી? તેણે આર્યનને ક્રુઝ પર બોલાવ્યો હતો. આર્યન ખાને કોઈ કાવતરું કર્યું નથી. આર્યન વિરૂદ્ધ આવા કોઈ પુરાવા કે તથ્યો મળ્યા નથી.

SRKની દીકરી સુહાના ખાને ભાઇના ઘરે આવવાની ખુશીમાં ઇમોશનલ  થઇને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં સુહાના તેના પિતા અને ભાઇ સાથે જોવા મળી રહી હતી. આ પોસ્ટમાં સુહાના અને આર્યન નાનકડા દેખાઇ રહ્યા હતા અને આ પોસ્ટ શેર કરતાની સાથે સુહાના ખાને કેપ્શનમાં આઇ લવ યુ લખ્યુ હતુ. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી. આ પોસ્ટ પર સ્ટાર કિડ્સના રિએક્શન આવવાના પણ શરૂ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

જણાવી દઇએ કે, આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવો પડશે અને તે સાક્ષીઓને ઉકસાવી નહી શકે અને સાથે જ પુરાવાઓ સાથે પણ તે કોઈ છેડછાડ નહી કરી શકે. આ ઉપરાંત આર્યન તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે કોઈ પણ સંજોગોમાં વાત નહી કરી શકે. આર્યન ગ્રેટર મુંબઇમાં NDPSના સ્પેશિયલ જજની મંજૂરી વગર દેશ પણ નહી છોડી શકે. આર્યને દર શુક્રવારે સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી મુંબઈ NCBના કાર્યલાયમાં હાજરી આપવી પડશે.

 

View this post on Instagram

 

A post shared by filmyvolvo Official (@filmyvolvo)

Shah Jina