ઝેરીલા દારૂને લીધે અહીંયા 39 લોકોએ તડપી તડપીને જીવ ગુમાવ્યો, ગામ લોકોએ કહ્યું, “પોલીસ છુપાવી રહી છે મોત”

દારૂ એ એક પ્રકારનું ઝેર છે છતાં પણ લોકો પીતા હોય છે, દારૂ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોવાની જાહેરાતો સતત થતી રહે છે પરંતુ તે છતાં પણ લોકો દારૂની મજા માણતા જોવા મળે છે, થોડા સમય પહેલા ગુજરાતમાં ઝેરીલા દારૂના કારણે ઘણા લોકોના મોત થયા હતા, ત્યારે હવે  વધુ એક મામલો સામે આવ્યો છે, જેમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 39 લોકો મોતને પણ ભેટી ગયા છે.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે બિહારમાંથી. જ્યાં પણ ગુજરાતની જેમ જ દારૂબંધી છે. તે છતાં પણ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને એમાં પણ હવે ઝેરીલો દારૂ પીવાના કારણે 39 લોકોના મોત પણ થયા હોવાની ખબર સામે આવી રહી છે. જેમાં સૌથી વધુ મસરખમાં 10 લોકોના મોત થયા છે, જયારે અમનોરમાં ત્રણ, મંઢોરમાંમાં પણ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામેલ છે.

આ ઉપરાંત હજુ પણ કેટલાય લોકો સારવાર હેઠળ છે અને ઘણા લોકોની આંખોની રોશની પણ ચાલી ગઇ હોવાની ખબર સામે આવી રહી છે. પ્રસાશન દ્વારા અત્યાર સુધી 16 શબોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તો ત્રણ શબોનું મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પોલીસ આ મામલે જણાવી રહી છે કે હજુ આ મામલાની તપાસ ચાલુ છે.

મીડિયા રોપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મશરખ અને ઇસુઆપૂર વિસ્તારમાં દેશી દારૂનો મોટો જથ્થો પહોંચ્યો હતો. જેને 50થી વધારે લોકોએ પીધો. 20થી પણ વધારે લોકો અલગ અલગ હોસ્પિટલમાં ભરતી છે. બધાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી રહી હ્ચે કે બધાએ 20-20 રૂપિયામાં દેશી દારૂના પાઉચ ખરીદીને પીધા હતા અને બધા જ લોકો 1 કિલોમીટરના એરીયામાં રહેતા હતા.

CM નીતીશ કુમારે આ ઘટનાને લઈને થયેલાં મૃત્યુ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે “આખા દેશમાં ઝેરી દારૂથી લોકો મૃત્યુ પામે છે. બિહારમાં દારૂબંધી પહેલાં પણ મોત થતાં હતાં. જે દારૂ પીવે છે તે ચોક્કસ મૃત્યુ પામે છે.

Niraj Patel