તેજ રફતાર BMWએ પાછળથી મારી ઊભેલી કારને જોરદાર ટક્કર, વોક કરવા નીકળેલા 4 લોકો ગંભીર ઘાયલ

હિટ એન્ડ રન, BMWએ સિયાઝ કારને મારી ટક્કર, ડિનર બાદ વોક પર નીકળેલા 4 લોકો ઘાયલ

દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ એન્ક્લેવ-2 વિસ્તારમાં રવિવારે રાત્રે એક તેજ રફતાર BMWએ સિયાઝ કારને ટક્કર મારી અને આ દરમિયાન હોટલની બહારથી વોક માટે જઈ રહેલા ચાર લોકો ઘાયલ થયા. આ સિવાય BMWની મહિલા કાર ચાલકને પણ ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે અને આઈપીસીની કલમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેને પરિવારના સભ્યો સાથે મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. ઘટના સ્થળ પાસે લાગેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે વોક કરવા નીકળેલા લોકો કાર સાથે અથડાયા.

ઘાયલ ચાર લોકો કોલ્હાપુરના રહેવાસી હોવાનું અને કોઈ કામ માટે દિલ્હી આવ્યા હોવાનું સામે આવ્યુ છે. તમામ ઘાયલો દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં એક હોટલમાં રોકાયા હતા અને તેઓ જમ્યા પછી બધા વોક કરવા નીકળ્યા હતા. ઘાયલોની ઓળખ 58 વર્ષીય યશવંત નલવડે, 50 વર્ષીય દેવરાજ મધુકર 62 વર્ષીય મનોહર અને નીતિન કોલ્હાપુરી તરીકે થઇ છે.

અધિકારીએ જણાવ્યું કે, “ટક્કર એટલી જોરદાર હતી કે મારુતિ સિયાઝ ચાર લોકોને અથડાઈ હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, પાર્ક કરેલા વાહનની અંદર કોઈ ન હોવાનું પણ સામે આવ્યુ છે.

Shah Jina