તબાહીનો આ ભયાનક નજારો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે, જ્વાળામુખી ફાટતા રસ્તા ઉપર આવી ગયો ઉકળતો લાવા

સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો હોય જે ઘણા હેરાન કરી દેનારા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. જેમાં એક આઇલેન્ડ ઉપર જ્વાળામુખી ફાટવાના કારણે મોટી તબાહી ફેલાતી જોવા મળી રહી છે. ઘણા એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઉકળતો લાવ રોડ ઉપર વહેતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના સ્પેનમાં બની છે. જ્યાં લા પાલ્મા આઇલેન્ડ ઉપર કમ્બ્રે વિજેઆ જ્વાળામુખી ફાટવાના કારણે ભારે તબાહી મચી ગઈ છે. રવિવારના રોજ અહીંયા એક જ્વાળામુખી અચાનક ફાટી ગયો, જેના બાદ 100થી પણ વધારે ઘર સંપૂર રીતે તબાહ થઇ ગયા હતા. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

ડ્રોન દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે લાવ સ્વિમિંગ પુલમાં પડે છે. અને આખા સ્વિમિંગ પુલને પણ ઓગાળી નાખે છે. આ વીડિયોની અંદર ખુબ જ ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને લા પાલ્માથી અત્યાર સુધીમાં 5000 લોકોને સુરક્ષિત સ્થળો ઉપર પહોંચવી દેવામાં આવ્યા છે.

જ્વાળામુખી ફાટ્યો તે પહેલા લા પાલ્મામાં ભૂકંપના જોરદાર ઝટકા પણ અનુભવવામાં આવ્યા હતા. જ્વાળામુખીના લાવાની સાથે સાથે ભૂકંપના તીવ્ર ઝટકાએ પણ આ વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. ઘણી ઇમારતો પણ પડી ગઈ હતી. આ બાબતે ત્યાંના પ્રેસિડેન્ટનું કેહવું છે કે લોકોને આ લાવા પાસે જવા દેવામાં નહોતા આવ્યા. આ લાવ ઘર અને ખેતરોને ઓગાળી રહ્યા હતા.

Niraj Patel