સાઉથના આ 7 સ્ટાર્સ પોતાના લગ્ઝુરિયસ પ્રાઇવેટ જેટમાં કરે છે સફર, તસવીરો જોઇને કહેશો- વાહ લાઇફ હોય તો આવી…

અલ્લૂ અર્જુનથી લઇને મહેશ બાબુ સુધી, પોતાના પ્રાઇવેટ જેટથી આકાશમાં ઉડે છે આ સ્ટાર્સ – કેવી મજાની લાઈફ છે જુઓ PHOTOS

બોલિવુડની જેમ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પૈસા અને શાનો-શૌકત મામલે કોઇનાથી પણ કમ નથી. ફોર્બ્સ મેગેઝીનના એક રીપોર્ટથી ખબર પડે છે કે કમાણી મામલે સાઉથના સ્ટાર્સ પણ બોલિવુડ સ્ટાર્સને ટક્કર આપે છે અને સુપર લગ્ઝરી લાઇફ જીવે છે. તેમની પાસે મોંઘી કારોથી લઇને પ્રાઇવેટ જેટ સુુધીનું કલેક્શન છે. સાઉથ સ્ટાર્સ અલ્લૂ અર્જુનથી લઇને નાગાર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પાસે ખૂબ જ લગ્ઝુરિયસ પ્રાઇવેટ જેટ છે.

1.અલ્લૂ અર્જુન : સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન પાસે એક મોટુ પ્રાઇવેટ જેટ છે. છેલ્લા વર્ષે તેઓ કઝિન નિહારિકા કોનિડેલાના લગ્નમાં આ પ્રાઇવેટ જેટમાં પરિવાર સાથે ઉદયપુર પહોંચ્યા હતા. આ સમયે સુપર લગ્ઝરી પ્રાઇવેટ જેટની ઝલક જોવા મળી હતી.આ યાત્રાની તેમણે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોને જોતા સ્પષ્ટ લાગી રહ્યુ હતુ કે, તેમનું પ્રાઇવેટ જેટ કેટલુ શાનદાર છે.

2.નાગાર્જુન : ફિલ્મ સ્ટાર નાગાર્જુન અક્કિનેકી સુપર લગ્ઝરી લાઇફ મામલે પાછળ નથી. તેમની પાસે પણ એક ખૂબસુરત પ્રાઇવેટ જેટ છે. જેની ઝલક તસવીરમાં જોવા મળે છે. ઘણીવાર તેઓ આ પ્રાઇવેટ જેટમાં સફર કરે છે. તેમની પાસે તો ઘણી મોંઘી કારોનો કાફલો છે. તેઓ એક એવા અભિનેતા છે જે કિંગ સાઇઝ લાઇફ જીવવાના શોખીન માનવામાં આવે છે.

3.ચિરંજીવી : સાઉથ ફિલ્મોથી રાજનીતિમાં આવેલા અભિનેતા ચિરંજીવી પાસે પણ એક પ્રાઇવેટ જેટ છે. ડેક્કન ક્રોનિકલની ખબર અનુસાર તેઓ ઘણીવાર પ્રાઇવેટ જેટમાં સફર કરે છે. તેઓ મિત્રો સાથે પણ કેટલીક વાર આ પ્રાઇવેટ જેટમાં સફર કરે છે.

4.રામ ચરણ : સાઉથના હોટ હીરો કહેવાતા રામ ચરણ કેટલાક સમય પહેલા મોંઘી કાર મર્સિડીઝને લઇને ચર્ચામાં હતા. તેઓ મોંઘી કાર ઉપરાંત પ્રાઇવેટ જેટના પણ માલિક છે. ઘણીવાર તેઓ ટ્રાવેલિંગ માટે પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે.

5.પ્રભાસ : “બાહુબલી” ફેમ પ્રભાસ સાઉથ સુપરસ્ટાર્સમાંના એક છે. પ્રભાસ પાસે પણ પોતાનું એક પ્રાઇવેટ જેટ છે. તેઓ પ્રોફેશનલ ટ્રિપ માટે તેનો ઉપયોગ કરે છે.

6.રજનીકાંત : સાઉથથી લઇને બોલિવુડ સુધી પોતાનો સિક્કો જમાવી ચૂકેલા રજનીકાંત કોઇનાથી કમ નથી. તેમની પાસે પણ એક પ્રાઇવેટ જેટ છે. જેનો ઉપયોગ તેઓ પર્સનલ અને પ્રોફશનલ બંને રીતે કરે છે.

7.મહેશ બાબુ : સાઉથમાં એ સ્ટાર્સની કમી નથી જેઓ પોતાનું જીવન કિંગ સાઇઝમાં જીવવાનું પસંદ કરે છે. મહેશ બાબુ પણ તેમાંના એક છે. તેમનું ઘર ખૂબ જ શાનદાર છે અને સાથે સાથે તેઓ પ્રાઇવેટ જેટના પણ માલિક છે. જેમાં તેઓ પરિવાર સાથે તો કયારેક પ્રોફેશનલ ટ્રિપ્સ પર જવા માટે ટ્રાવેલ કરે છે.

Shah Jina