આ છોકરી તેની તસવીરોનું એવું એડિટિંગ કરે છે કે AI પણ શરમાઇ જાય…સોશિયલ પર થઇ રહી છે વાયરલ

‘એડિટિંગ એવું કે AI પણ શરમાઇ જાય…’ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની અજીબ તસવીરો વાયરલ

લોકો તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં ક્યારેક તેઓ થોડુ ઘણુ એડિટિંગ પણ કરે છે, જેનાથી ફોટો વધુ સારો લાગે. જો કે, થોડું ધ્યાન રાખવામાં આવે છે કે આ એડિટિંગ એટલું હોવું જોઈએ કે તે વિચિત્ર ન લાગે. પરંતુ દક્ષિણ કોરિયન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેની તસવીરોના વિચિત્ર એડિટિંગ માટે જાણિતી છે.

સાઉથ કોરિયાની આ ઇન્ફ્લુએન્સર હાલ છે ખૂબ જ ચર્ચામાં
આ એડિટિંગ એટલું વધારે છે કે કોઈપણ હસી હસીને બઠ્ઠા વળી જાય. શશિલે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી દરેક તસવીરમાં તે એટલી નકલી લાગે છે કે કોઈને પણ આશ્ચર્ય થઇ જાય. તેની કમર ખૂબ જ પાતળી, શેપ્ડ બ્રેસ્ટ, ખૂબ લાંબા હાથ અને પગ તેમજ ખૂબ નાનું માથું તેની તસવીરોમાં જોવા મળે છે.

તસવીરોનું કરે છે વિચિત્ર એડિટિંગ
તેની આંખો દરેક ફોટામાં એટલી ભારે એડિટિંગ કરવામાં આવી છે કે તે ભાગ્યે જ એકસરખી દેખાય છે અને તેની વી આકારની ઠુડ્ડી પણ વિચિત્ર લાગે છે. પરંતુ એ પણ હકીકત છે કે તેના ઘણા ફોલોઅર્સ છે. જો કે તેની તસવીરો પર કમેન્ટ કરનારા કેટલાક લોકો હજી પણ સ્પષ્ટ એડિટિંગ તરફ નિર્દેશ કરે છે,

ઘણા લોકો તસવીરોની ઉડાવે છે મજાક
પરંતુ મોટાભાગના લોકો તેના એડિટિંગથી પરેશાન નથી. ઘણા લોકો તેની તસવીર પર કોમેન્ટ કરીને તેની મજાક ઉડાવે છે. એક યુઝરે કમેન્ટ કરી, પ્રાકૃતિક સુંદરતા. બીજાએ કમેન્ટ કરી “તમે તમારી આસપાસની દરેક વસ્તુને કેવી રીતે વાળી દો છો???”

મેજિક ક્વીન, અમને પણ કેટલીક ટિપ્સ આપો!! તો એક યુઝરે કહ્યું- એડિટિંગની પણ એક મર્યાદા હોય છે, તમારું એડિટિંગ જોઈને AIને પણ શરમ આવી જશે.

Shah Jina