સોનુ સુદનાં ઘરે પહોંચ્યો ગુજરાતનો આ પાઘડીમેન, સોનુને પહેરાવી સવા ચાર કિલોની ખાસ પાઘડી, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેતા સોનુ સુદ આજે કોઈ ઓળખાણનો મોહતાજ નથી. તેને કોરોના કાળની અંદર અસંખ્ય લોકોની સેવા કરી છે અને તેના કારણે જ લોકો આજે તેની ભગવાનની જેમ પૂજા કરે છે. ઘણા લોકો સોનુ સુદનો અલગ અલગ રીતે આભાર માનવા ઇચ્છતા હોય છે, ઘણા લોકો સાઇકલ લઇ અને ઘણા લોકો ચાલીને પણ સોનુ સુદનાં ઘરે પહોંચતા હોય છે.

ત્યારે આ દરમિયાન થોડા દિવસ પહેલા જ ગુજરાતના એક વ્યક્તિએ સોનુ સુદનો આભાર માનવા માટે એક ખાસ પાઘડી બનાવી હતી. તેને જોઈને સોનુ સુદ પણ પોતાની જાતને ના રોકી શક્યા અને તેની તસ્વીર તેમના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ સાથે જ સોનુ સુદે તે વ્યક્તિને મળવાની પણ વાત કરી હતી અને તેના દ્વારા બનાવવામાં આવેલી ખાસ પાઘડી પહેરાવવાની પણ વાત કહી હતી.

ત્યારે હવે એ સમય આવી ગયો અને અમદાવાદના આ યુવાને સોનુ સુદનાં ઘરે જઈ અને સોનુ સુદનાં માથે ખાસ સવા ચાર કિલોની પાઘડી પહેરાવી. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે. જેમાં સોનુ સુદ સવા ચાર કિલોની ખાસ પાઘડી સાથે જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં રહેતા અનુજ મુદલિયારે એક સરસ મજાની પાઘડી બનાવી હતું, જેનું વજન સવા ચાર કિલો હતું. આ પાઘડીને “ધ રિયલ હીરો” પાઘડી તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ પાઘડીની અંદર અભિનેતા સોનુ સુદની તસવીરો જોવા મળી રહી હતી, આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીની પણ તસવીર જોવા મળી હતી.

અનુજ દ્વારા બનાવવામાં આવેલી આ પાઘડીને જોઈને સોનુ સુદ પણ ખુબ જ ખુશ થઇ ગયા. હતા તેમને પણ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આ પાઘડીની તસવીર શેર કરી અને કેપશનમાં “Humbled” લખ્યા બાદ લાલ દિલ સાથે બે હાથ જોડવાનું ઈમોજી પણ શેર કર્યું હતું. એક ગુજરાતની આ કલાકારી ઉપર સોનુ સુદ પણ ફિદા થયેલા જોવા મળ્યા હતા.

સોનુ સુદે અનુજને મળવા માટેનું પણ કહ્યું હતું, ત્યારે હવે નવરાત્રી બાદ અનુજનું સોનુ સુદને મળવાનું સપનું સાકાર થયું હતું. નવરાત્રિ પૂર્ણ થતાં અનુજ મુદલિયારએ અભિનેતા સોનુ સુદ સાથે મુલાકાત કરી હતી.

અનુજ જયારે સોનુ સુદને મળ્યો ત્યારે સોનુ સુદ આ પાઘડીને હકીકતમાં જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા. તેમને જણાવ્યું હતું કે “હું અનુજને મળ્યો. ખૂબ મહેનત કરીને તેમણે આ પાઘડી બનાવી છે. જો નવરાત્રિમાં તેઓ મને મળ્યા હોત તો હું તેઓ સાથે ગરબા પણ રમ્યો હોત. તેઓએ પાઘડીનું કામ ખુબ બારીકાઈથી કર્યું છે. જો કોઈ ફેશન શોમાં તેઓ ગયા હોત તો તેઓને ફસ્ટ પ્રાઈઝ મળ્યું હોત.”

અનુજ દર વખતે નવરાત્રીની અંદર અલગ અલગ થીમ ઉપર પાઘડી બનાવે છે. અને દર વખતે તેની આ નવરાત્રીમાં બનાવેલી એક અલગ થીમની પાઘડીની ચર્ચાઓ થતી હોય છે, ત્યારે આ વખતે પણ દેશના રિયલ હીરો ઉપર બનાવેલી આ પાઘડીની ચર્ચાઓ ઠેર થઈ થતી જોવા મળી હતી.

Niraj Patel