સોનુ સુદ પણ રડી પડ્યો : એરલિફ્ટ કરાવીને ભારતીનો જીવ બચાવવા માંગતો હતો સોનુ સુદ, તે છતાં પણ ના બચાવી શક્યો તેનો જીવ, વ્યક્ત કર્યું દુઃખ

કોરોના મહામારી આવવાની સાથે જ દેશને એક સાચો હીરો પણ મળી ગયો, જેનું નામ સોનુ સુદ છે. સોનુ સુદ જ્યાંરથી આ મહામારીની શરૂઆત થઇ ત્યારથી ખડેપગે ઉભા રહીને લોકોની મદદ કરી રહ્યો છે. પહેલી લહેરની અંદર મજૂરોને તેમના વતનમાં પહોંચવાના હોય કે પછી આ બીજી લહેરમાં દર્દીઓ માટે ઓક્સિજન અને આઇસીયુ તેમજ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની હોય. સોનુ સુદ હંમેશા આગળ રહ્યો છે.

સોનુ સુદે એક છોકરી ભારતીને એરલિફ્ટ કરાવી હતી તે છતાં પણ તેનો જીવ બચાવી શક્યો નહોતો, સોનુએ આ વાતથી દુઃખી થઈને એક નોટ સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી, અને પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

સોનુ સુદે નાગપુરથી ભારતી નામની એક છોકરીને એરલિફ્ટ કરાવ્યા બાદ હૈદરાબાદની એક હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. ઈલાજ દરમિયાન જ 7 મેના રોજ ભારતીનું નિધન થઇ ગયું હતું. સોનુ આ વાતના કારણે ખુબ જ દુઃખી હતો.

સોનુએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે, “ભારતી એક જુવાન છોકરી જેને મેં એક એયર એમ્બ્યુલન્સ દ્વારા નાગપુરથી એરલિફ્ટ કરાવી અને હૈદરાબાદ મોકલી હતી, ગત રાત્રે ગુજરી ગઈ. રેસ્ટ ઈન પાવર મારી પ્યારી ભારતી. તે એક વાઘણની જેમ છેલ્લો એક મહિનો વેન્ટિલેટર ઉપર વિતાવ્યો. હું ભલે તને ક્યારેય નથી મળ્યો પરંતુ તારા માટે મારા દિલમાં એક ખાસ જગ્યા રહેશે. તારા આખા પરિવારને મારી સંવેદના. હું જલ્દી જ તેમને મળીશ. જીવન ક્યારેક ક્યારેક ખુબ જ બેરહેમ બની જાય છે.”

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

તમને જણાવી દઈએ કે સોનુ સુદ અને તેમની ટીમ સતત કોરોના દર્દીઓને ઓક્સિજન,બેડ, આઇસીયુ, દવાઓ અને સારવાર આપી રહ્યું છે. આ પહેલા પણ સોનુ સુદે એક કોરોના દર્દીને ગંભીર હાલતમાં ઝાંસીથી એરલિફ્ટ કરાવીને હૈદ્રાબાદની હોસ્પિટલમાં ભરતી કરાવ્યું હતું.

Niraj Patel