દેશના અસલી હીરોને ત્યાં ITના દરોડા: અભિનેતા આજે 130 કરોડ સંપત્તિનો માલિક છે- જુઓ

ગઈકાલે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે અચાનક જ દિગ્ગજ ફિલ્મ એક્ટર સોનુ સૂદની મુંબઈની ઓફિસે પહોંચ્યા હતા અને તાપસ હાથ ધરી હતી. હવે સમગ્ર દેશના લોકો અને ફેન્સ તેની નેટવર્થ વિશે જાણવા માટે ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે સોનુ માત્ર 5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. આજે 48 વર્ષનો ‘મસીહા’ લગભગ 130 કરોડ સંપત્તિનો માલિક બની ગયો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપની સરકારે હાલમાં જ સોનુ સૂદને આપ ગવર્મેન્ટની ‘દેશના મૅન્ટોર્સ’ કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર જાહેર કર્યા હતા. હાલમાં જ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું છે, “સચ્ચાઈના રસ્તે લાખો મુશ્કેલીઓ આવે પણ વિજય હંમેશાં સચ્ચાઈનો જ થાય છે.”

caknowledge.com મુજબ, સપ્ટેમ્બર 2021માં અભિનેતાની કુલ સંપત્તિ 130 કરોડ એટલે કે 17 મિલિયન ડોલર છે. એક્ટર હાલ પત્ની અને બાળકોની સાથે મુંબઈ શહેરમાં રહે છે. તેને તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં કામ કરેલું છે જેના મોટા ભાગના રાજ્યના લોકો તેને પસંદ કરે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની ઈન્કમનો મુખ્ય સોર્સ છે.

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ એવા પ્રવાસી કામદારો માટે મસિહા બની ગયા છે જેઓ કામની શોધમાં બીજા રાજ્યોથી મુંબઇ આવ્યા હતા. જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે આ કામદારો અહીં ફસાઈ ગયા હતા. સોનુ સૂદે આ તમામ કામદારોને તેમના વતન પહોંચાડવાની જવાબદારી ઉઠાવી છે અને તેઓ પોતે પણ આ કામદારોને તેમના ગામમાં લઇ જવા માટે બસોની વ્યવસ્થા કરી રહ્યા છે.

તેમના આ કામના કારણે સોનુ સૂદે જોતજોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લોકો વાસ્તવિક જીવનમાં પણ તેમને વાસ્તવિક હીરોનો દરજ્જો આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આજે મજૂરોની મદદ માટે લાખોનો ખર્ચ કરનાર સોનુ ફક્ત 5500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા.

સોનુ સૂદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે શરૂઆત દિલ્હીમાં મોડેલિંગથી કરી હતી. તેમની યોજના એવી હતી કે તે થોડા પૈસા ભેગા કરશે અને તે પછી તે સ્ટ્રગલ કરવા માટે મુંબઈ જશે.

સોનુએ કહ્યું કે દિલ્હીમાં એક દોઢ વર્ષ સુધી શોઝ કર્યા પછી તેમણે સાડા પાંચ હજાર રૂપિયા ભેગા કરી લીધા હતા અને તેમને લાગ્યું હતું કે તે આટલા પૈસાથી એક મહિનો તો પસાર કરી જ શકશે. પણ મુંબઈમાં તેમના આ પૈસા ફક્ત 5-6 દિવસમાં જ ખતમ થઇ ગયા. ત્યારે એમને લાગવા માંડ્યું કે હવે તેઓએ ઘરેથી મદદ લેવી પડશે.

જો કે ત્યારે જ ચમત્કાર થયો જેની તેમને આશા હતી. તેમને તેમનો પહેલો બ્રેક મળ્યો. તેમને એક જાહેરાત માટેનો કોલ આવ્યો. તેમને આ એક એડ માટે રોજના 2000 રૂપિયા મળી રહ્યા હતા. સોનુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમને ફિલ્મ સિટી જવાનું હતું અને તેમને લાગ્યું કે આ જાહેરાત દ્વારા તેમને નોટિસ કરવામાં આવશે.

પરંતુ થયું એવું કે જ્યારે તે પહોંચ્યા તો તેમના જેવા 10-20 અન્ય છોકરાઓ ઉભા હતા. તે એડમાં તેઓ ક્યાંક પાછળ ડ્રમ્સ વગાડતા હાટ અને તેઓ આ એડમાં દેખાયા પણ ન હતા. સોનુ સુદે આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી જ મહેનત કરી છે, પંજાબમાં જન્મેલા સોનુ સુદ આજે બોલીવુડમાં એક મોટું નામ ધરાવે છે, અને આ લોકડાઉનમાં તેને જે કામ કર્યું તેના બાદ તો તેના ચાહકોમાં ખુબ જ મોટો વધારો થયો છે સાથે હવે તો લોકો તેને ભગવાન માનવ લાગ્યા છે.

સોનુ સૂદનું લકઝરી કાર કલેક્શન:
સોનુ સુદ ગાડીનો ગણો જ શોખીન છે, તેની પાસે કારનું પણ ખુબ જ મોટું કલેક્શન છે. સોનુ પાસે PORSCHE Panamera ગાડી છે જેની કિંમત 2 કરોડ 26 લાખ રૂપિયા છે. આ સિવાય સોનુ પાસે ઓડી Q7 એસયુવી પણ છે જેની કિંમત 82 લાખ 37 હજાર છે. તેની પાસે 66.7 લાખ રૂપિયાયની કિંમતની મર્સીડીઝ બેન્ઝ ઈમેલ ક્લાસ કાર પણ છે. સોનુ સુદ પાસે એક બજાજ સ્કૂટર પણ છે જે તેના માટે ખુબ જ કિંમતી છે, આ સ્કૂટર સોનુ સુદનાં પિતાનું છે જેને સોનુએ સાચવી રાખ્યું છે.

આલીશાન ઘરનો છે મલિક:
સોનુને વૈભવી જીવન જીવવાનું પસંદ છે, અને એટલે જ સોનુ સુદ પાસે મોંઘુ ઘર છે. સોનુ પાસે મોગામાં એક ખાનદાની મકાન છે જેમાં સોનુએ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને રિનોવેટ કરાવ્યું છે. એક રીતે જોઈએ તો સોનુએ તેને નવી રીતે જ બનાવી દીધું છે. આ ઉપરાંત અંધેરીમાં તેની પાસે 2600 કવેયરફુટનો એક ફ્લેટ છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. આજ ઘરમાં સોનુ તેના પરિવાર સાથે રહે છે.

YC