કોરોના વાયરસમાં ભગવાન બનીને સામે આવેલા સોનુ સુદને મળવા માટે એક વ્યક્તિ 1200 કિલોમીટર સાયકલ લઈને પહોંચ્યો, તો સોનુ સુદે કર્યું એવું કે…..

1200 કિલોમીટર સાયકલ ચલાવીને સોનુ સુદને મળવા માટે પહોંચ્યો ચાહક, અસલી હીરોએ જુઓ શું કર્યું- વીડિયો જોઈને સલામ કરવાનું મન થશે

કોરોના વાયરસ અને લોકડાઉનમાં બૉલીવુડ અભિનેતા સોનુ સુદ કેટલાય લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા, ઘણા લોકો તેમને ભગાવનાની જેમ પૂજી રહ્યા છે. લોકડાઉન બાદ આજે પણ સોનુ સુદ પોતાની સેવા ભાવનાનો પ્રવાહ વહાવી રહ્યા છે. દેશભરમાંથી લોકો સોનુ સુદનો અલગ અલગ રીતે આભાર માની રહ્યા છે. કેટલાક લોકો તેમનું મંદિર બનાવે છે તો કેટલાક લોકો તેમનો અનોખી રીતે આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ત્યારે હાલમાં જ એક વ્યક્તિ સોનુ સુદને મળવા માટે 1200 કિલોમીટર ખુલ્લા પગે સાયકલ ચલાવી અને મળવા માટે પહોંચ્યો હતો. આ વ્યક્તિ પોતાની સાથે ફુલહાર અને છુટ્ટા ફૂલો સાથે સાયકલ ઉપર સોનુ સુદની તસ્વીરનું એક પોસ્ટર પણ બનાવીને આવ્યો હતો. આ વ્યક્તિ સાયકલ લઈને સોનુ સુદનાં ઘર સુધી પહોંચ્યો.

સોનુ સુદનાં ઘરની બહાર જયારે સાયકલ લઈને આવ્યો ત્યારે સોનુ સુદ બહાર આવ્યા અને તે જે માળા સોનુ સુદને ફેરવવા માટે લાવ્યો હતો, તેને સોનુ તેના હાથમાંથી લઈને સાયકલ લઈને આવેલા એ વ્યક્તિને જ પહેરાવી દીધી. જયારે તે વ્યક્તિ સોનુ સુદનાં પગની અંદર ફૂલો પાથરી રહ્યો હતો ત્યારે સોનુ સુદ તેને આમ ના કરવાનું પણ જણાવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોનુ સુદને તેમને કરેલા કામો માટે દેશભરમાંથી અવિરત પ્રેમ મળી રહ્યો છે. કરોડો લોકો સોનુ સુદને એક રિયલ હીરો ગણાવી રહ્યા છે.

Niraj Patel