20 કરોડ ટેક્સ ચોરીના આરોપ બાદ સામે આવ્યુ સોનુ સૂદનું નિવેદન, બોલ્યા- જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો રહીશ…

છેલ્લા ઘણા દિવસોથી સોનુ સૂદ ઇનકમટેક્સ વિભાગની રેડને લઇને ચર્ચામાં છે. બોલિવુડ અભિનેતા સોનુ સૂદ પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. સીબીડીટીના એક નિવેદનમાં કહ્યુ કે, અભિનેતા અને તેના સહયોગિઓના પરિસરોની તલાશી દરમિયાાન 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી સંબંધિત સાક્ષ્ય મળ્યા છે. સોનુ સૂદે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પર પોતાનો પક્ષ રાખ્યો છે.

તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે, હું મારી ક્ષમતા અનુસાર ભારતના લોકો માટે ભલાઇનું કામ કરવાનો સંકલ્પ લઇ ચૂક્યો છું. હું રાહ જોઇશ કે મારા ફાઉન્ડેશનમાં જમા પૈસાથી છેલ્લે સુધી કોઇ પણ જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવી શકું. સોનુ સૂદ લખે છે કે, મેં ઘણીવાર મોટી મોટી બ્રાંડને મારી ફીસ બદલે લોકોની ભલાઇ કરવાનું કામ કરવા માટે કહ્યુ છે. મારુ સફર જારી રહેશે. તેમણે છેલ્લે લખ્યુ કે, કર ભલા, હો ભલા ઔર અંત ભલે કા ભલા. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, બધી વખતે કહાની જણાવવી જરૂરી નથી. સમય પોતે જણાવશે.

તેમણે આ પોસ્ટ શેર કરતા લખ્યુ કે, કઠીન રસ્તામાં પણ સફર સરળ લાગે છે, બધા હિંદુસ્તાનીઓની દુઆઓની અસર લાગે છે. ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર સોનુ સૂદને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જે પૈસા મળે છે તેમાં ઘણા પૈસા તેમણે પોતાની આવક ન બતાવી ફર્જી કંપનીઓ તરફથી અનસિક્યોર્ડ લોન બતાવ્યા છે. વિભાગનો દાવો છે કે, અત્યાર સુધી તપાસ દરમિયાન 20 એવી કંપનીઓની ખબર પડી છે, જેનાથી સોનુ દ્વારા અનસિક્યોર્ડ લોન બતાવવામાં આવી જયારે આ પૈસા તેમની કમાણીના હતા.

48 વર્ષિય સોનુ સૂદ કોરોના સંક્રમણ બાદ લાગેલ લોકડાઉનમાં ઘણા ચર્ચામાં આવ્યા હતા. તેમણે લોકડાઉનમાં ફસાયેલા અને મુંબઇમાં રહી રહેલ કેટલાક પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી. એટલું જ નહિ, તેમણે કેટલાક લોકોના રહેવાની અને ખાવાની સાથે સાથે કામની પણ મદદ કરી હતી. સોનુ સૂદના પોલિટિક્સમાં આવવાની ઘણી ચર્ચા હતી જો કે, દર વખતની જેમ તેમણે કહ્યુ કે, તેઓ રાજનીતિમાં આવી રહ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

Shah Jina