લગ્નના બંધનમાં બંધાઇ ‘દેવો કે દેવ મહાદેવ’ એક્ટ્રેસ સોનારિકા ભદૌરિયા, લાલ જોડામાં લાગી ખૂબ જ સુંદર- જુઓ લગ્નની ખૂબસુરત તસવીરો
‘દેવોં કે દેવ મહાદેવ’ ફેમ અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ રવિવારે એક ભવ્ય સમારોહમાં બિઝનેસમેન વિકાસ પારાશર સાથે લગ્ન કર્યા. તેમના લગ્નની વિધિ રાજસ્થાનના રણથંભોરના નાહરગઢ પેલેસમાં થઈ હતી. સોનારિકા અને વિકાસ લગભગ 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ત્યારે હવે અભિનેત્રીએ તેના લગ્નની તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત અભિનેત્રીના લગ્નનો ઇનસાઇડ વીડિયો પણ સામે આવ્યો છે, જે પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં વિકાસ સોનારિકાના ચહેરા પરથી દુપટ્ટો હટાવે છે અને પછી બંને એકબીજાને ગળે લગાવે છે. પછી વરમાળાની વિધિ પૂર્ણ થાય છે. વેડિંગ લુકની વાત કરીએ તો, સોનારિકાએ રેડ લહેંગો પહેર્યો હતો, જેના પર હેવી ગોલ્ડન વર્ક હતું. જ્યારે વિકાસ ઓફ વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.
લગ્નની દરેક વિધિ શાહી રીતે કરવામાં આવી હતી. જ્યારે બંને વરમાળા વિધિ માટે સ્ટેજ પર આવ્યા ત્યારે ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘આદિપુરુષ’નું ‘રામ સિયા રામ’ ગીત વાગી રહ્યુ હતુ. લગ્ન બાદ વિકાસના હોમટાઉન ફરીદાબાદમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવવાનું છે.
લગ્નની તસવીરો પહેલા અભિનેત્રીએ હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં કપલ એન્જોય કરતુ જોવા મળ્યું હતું. સોનારિકાએ યલો ધોતી સ્ટાઈલની સાડી પહેરી હતી. સ્લીવ્ઝ પર પર્લ વર્ક કરવામાં આવ્યું હતું. વિકાસે યલો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો.
View this post on Instagram